વોશિંગ્ટન, ચીનમાંથી હજારો લોકો રોજગાર અને સ્વતંત્રતાની શોધમાં ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ મુજબ- ઓક્ટોબર ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ વચ્ચે યુએસ-મેક્સિકો બોર્ડર પર ૬,૫૦૦ ચીની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ આંકડો એક વર્ષ પહેલાં (ઓક્ટોબર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨) કરતાં ૧૫ ગણો વધારે છે.
ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ચીનાઓ લેટિન અમેરિકન દેશોનો માર્ગ અપનાવે છે. આ દેશોમાં તેમની સાથે બળાત્કાર, લૂંટ અને હત્યાની અગણિત ઘટનાઓ બની છે. ચીનની શી જિનપિંગ સરકાર ભલે ’ચાઈનીઝ ડ્રીમ’નો દાવો કરે, પરંતુ અહીંના લોકો દરેક કિંમતે દેશથી ભાગવા માંગે છે.
જાન્યુઆરી ૨૦૨૨માં, બ્લૂમબર્ગના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભલે ચીન બાકીના વિશ્ર્વમાં પોતાનો પગ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેના નાગરિકો પોતે ચીનને બદલે અમેરિકા અથવા યુરોપિયન દેશોના વિઝા મેળવવા માગે છે.જાન્યુઆરી ૨૦૨૨માં, બ્લૂમબર્ગના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભલે ચીન બાકીના વિશ્ર્વમાં પોતાનો પગ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેના નાગરિકો પોતે ચીનને બદલે અમેરિકા અથવા યુરોપિયન દેશોના વિઝા મેળવવા માગે છે.
તાજેતરમાં અમેરિકન મીડિયા હાઉસ ’ફોક્સ ન્યૂઝ’ અને ન્યૂઝ એજન્સી રોયટર્સે ચીની નાગરિકોના અમેરિકન સપના પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તેના વીડિયો વર્ઝનમાં, ચીની મૂળના અમેરિકન વિદ્વાનોએ કહ્યું – અમેરિકનોને લાગે છે કે તેમના માટે અમેરિકન સ્વપ્ન સમાપ્ત થઈ ગયું છે. તેમને લાગે છે કે અમેરિકા હવે મહાસત્તા અને સપનાનો દેશ નથી રહ્યો, પરંતુ ચીનના લોકોનું અમેરિકન ડ્રીમ જીવંત છે અને દિનપ્રતિદિન મજબૂત થઈ રહ્યું છે.
જો આપણે ચાઈનીઝ માઈગ્રન્ટ્સનો ડેટા જોઈએ તો વિદ્વાનોની વાત સાચી સાબિત થાય છે. ઓક્ટોબર ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ વચ્ચે, ૬,૫૦૦ ચીની નાગરિકોની એકલા યુએસ-મેક્સિકો બોર્ડર પર ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૨૧-૨૨માં સમાન સમયગાળા દરમિયાન આ આંકડો ૧૫ ગણો ઓછો હતો.
રિપોર્ટ અનુસાર- જ્યારે શી જિનપિંગે ૨૦૧૨માં સત્તા સંભાળી ત્યારે તેમણે વચન આપ્યું હતું કે તેઓ એક અબજથી વધુ વસતિવાળા દેશને વિશ્ર્વનો નંબર ૧ દેશ બનાવશે. જિનપિંગે ચીનના સપનાને સાકાર કરવાની ખાતરી પણ આપી હતી. હવે ચીનના લોકો સમજી ગયા છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.