મોરવા(હ),
૧૨૫-મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના મોરવા હડફ વિધાનસભાના ઉમેદવાર નિમિષાબેન સુથાર દ્વારા આજરોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આદરણીય ગણપતભાઈ વસાવા સાહેબના અધ્યક્ષસ્થાને મોરવા હડફ જિલ્લા પંચાયતના પરબીયા ગામ ખાતે બેઠક યોજાયી.
બેઠકમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર, પંચમહાલ જિલ્લા-પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, પૂર્વ શાસક પક્ષ ના નેતા કકુલભાઈ પાઠક, રજાયતા જિલ્લા પંચાયત સદસ્ય વિક્રમભાઈ ડીંડોર, મોરવા હડફના ભાજપાના અધ્યક્ષ તખતસિંહજી પટેલ, મોરવા હડફ એ.પી.એમ.સી વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલ, પૂર્વ મોરવા હડફ મહામંત્રી પ્રકાશભાઈ પુરોહિત, મોરવા હડફ તાલુકા પંચાયત અધ્યક્ષ ધર્મીષ્ઠાબેન માલિવાડ, પરબીયા ગામના સરપંચ પાર્વતીબેન પટેલ તથા સૌ દેવ દુર્લભ કાર્યકર્તાઓની વિશાળ ઉપસ્થિતિમાં ૧૨૫-મોરવા હડફ વિધાનસભાના ભાજપા ના ઉમેદવાર નિમિષાબેન સુથારને વિજયી બનાવવાનો શંખનાદ કર્યો હતો અને મોટી સંખ્યા માં ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મોરવા(હ) પેટા ચૂંટણીના જનરલ ઓબઝર્વર કોરોના પોઝેટીવ
મોરવા(હ) પેટા ચૂંટણીના જનરલ ઓબઝર્વર હરપ્રિતસિંહ સેની ને કોરોના એન્ટીજન ટેસ્ટ કરાતાં તેઓનો રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. તેઓને ગોધરા સર્કીટહાઉસ ખાતે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. ત્યારે મોરવા(હ)ની પેટા ચૂંટણીમાં ઓબઝર્વર તરીકેની કામગીરીમાંથી મુક્ત કરવા જીલ્લા કલેકટર દ્વારા ચૂંટણી પંચને રિપોર્ટ કરવામાં આવે છે.