બેંગ્લુરુ, બેંગ્લુરુનું ફ્રન્ટ રો નામનું સ્ટાર્ટ અપ બંધ પડતાં દીપિકા પાદુકોણને મોટો આર્થિક ફટકો પડયો છે. આ સ્ટાર્ટ અપમાં તેનું બહુ જંગી મૂડીરોકાણ હતું. દીપિકાએ આશરે આઠ વર્ષ પહેલાં કેએ એન્ટરપ્રાઈઝ નામની કંપની શરુ કરી છે. આ કંપની દ્વારા તેણે ઇપીગેમિયા, ફ્યુરેનસો,બ્લ્યુ સ્માર્ટ, બેલાટ્રિક્સ, એટોમબર્ગ ટેકનોલોજીસ, ફ્રન્ટ રો, મોકોબારા સુપરટેઇલ્સ અને ન્યુઆ જેવાં કેટલાંય સ્ટાર્ટ અપમાં રોકાણ કર્યું છે.
તેમાંથી બિનશૈક્ષણિક કૌશલ્યોની તાલીમને લગતાં સ્ટાર્ટ અપ ફ્રન્ટ રો એ પોતાનો બિઝનેસ સમેટી લીધો છે. તેણે પોતાના ૯૦ ટકા કર્મચારીઓને પણ છૂટા કરી દીધા છે. આ કંપનીનું બિઝનેસ મોડલ તદ્દન નિષ્ફળ ગયું છે.
આ સ્ટાર્ટ અપની નિષ્ફળતાથી દીપિકાને ભારે ખોટ જવાની સંભાવના છે. આ અનુભવ પછી બોલીવૂડના બીજા સ્ટાર્સમાં પણ સ્ટાર્ટ અપ્સમાં રોકાણનું આકર્ષણ ઘટી શકે છે.