નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના યુવાન ઓપનર યશસ્વી જાયસવાલે પહેલી મેચમાં દમદાર ઈનિંગ્સ રમીને ઈતિહાસ રચી દીધો છે. વેસ્ટઈંડીઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝના પ્રથમ ટક્કરમાં ડેબ્યૂ કરતા ૨૧ વર્ષના આ બૈટરે રેકોર્ડતોડ બેટીંગ કરી છે. ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં શાનદાર સદી ફટકારતા ૯૧ વર્ષનો ભારતીય ટેસ્ટ ઈતિહાસ બદલી દીધો છે. તે ભારતનો ત્રીજો ઓપનર અને કુલ ૧૭મો ભારતીય ખેલાડી છે, જેના નામે આ સિદ્ધિ નોંધાઈ છે.
ભારત અને વેસ્ટઈંડીઝની વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની સીરીઝ ઈતિહાસના પન્નામાં નોંધાઈ ચુકી છે. વેસ્ટઈંડીઝના કપ્તાને આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિગ્ગજ સ્પિનર આર અશ્ર્વિને ૫ વિકેટ લઈને ભારતે મેજબાન ટીમને પ્રથમ ઈનિંગ્સમાં ૧૫૦ રન પર પાણીમાં બેસાડી દીધા હતા. ત્યાર બાદ જે થયું તે, તે શાનદાર હતું. જેને ભારતના ક્રિકેટના ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે.
યશસ્વી જાયસવાલે ડેબ્યૂ મેચની પ્રથમ ઈનિંગ્સમાં શાનદાર સદી ફટકારી હતી. તે ભારતનો કુલ ૧૭મો બેટ્સમેન બન્યો છે, જેણે ડેબ્યૂ મેચમાં સેન્ચુરી જમાઈ હતી. શિખર ધવન અને પૃથ્વી શો બાદ તે આવુ કરનારો ફક્ત ત્રીજો ઓપનર છે. ભારત તરફથી ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ધવને જ્યારે ૨૦૧૮માં પૃથ્વી શોએ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી.
ભારત બહાર ટેસ્ટ ડેબ્યૂ કરતા અત્યાર સુધીમાં કોઈ ભારતીય ઓપનરે સદી નથી ફટકારી. ભારતે ૧૯૩૨માં ટેસ્ટ મેચ રમવાનું શરુ કર્યું હતું પણ ૯૧ વર્ષમાં આવો મોકો ક્યારેય નથી આવ્યો. યશસ્વી જાયસવાલ ભારતીય ટેસ્ટ ઈતિહાસનો પ્રથમ ઓપનર છે, જેણે વિદેશમાં ડેબ્યૂ કરતા સેન્ચુરી મારી હોય. ભારતના ૭ બેટ્સમેને ડેબ્યૂ પર સદી ફટકારી છે. અબ્બાસ અલી બેગ (૧૯૫૯),સુરેન્દ્ર અમરનાથ (૧૯૭૬),પ્રવીણ આમરે ( ૧૯૯૨),સૌરવ ગાંગુલી (૧૯૯૬),વીરેન્દ્ર સહેવાગ (૨૦૦૧),સુરેશ રૈના ( ૨૦૧૦)