લુણાવાડા,
વૈશ્ર્વિક મહામારી કોરોનાને એક વર્ષ કરતા વધુ સમય થયો છે. ત્યારે આ મહામારીને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન કાર્યરત કરવામાં આવેલ છે. કોરોના વોરિયર્સ ફ્રન્ટલાઇન વર્કર, ૬૦ પ્લસને કોરોના પ્રતિરોધક રસી આપ્યા બાદ આજે તા. ૧લી એપ્રિલથી સમગ્ર મહીસાગર જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોરોનાની રસી આપવાની ઝૂંબેશનો પ્રારંભ જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લ વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ થઇ ગયો છે.
મહીસાગર જિલ્લાના ૧.૬૦ લોકોને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરો, અર્બન હેલ્થ સેન્ટરો ખાતેથી વિનામુલ્યે કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર આર. બી. બારડે ૪૫ વર્ષ ઉપરના તમામ લોકોને રસી મૂકાવી દઇ સુરક્ષા કવચ ગ્રહણ કરી લેવા અનુરોધ કર્યો છે.કોરોનાની રસી સ્વદેશી છે. ભારતમાં બનેલી છે. આ રસીથી કોઇપણ પ્રકારની આડઅસર નથી. કોઇની ખોટી વાતો કે અફવાઓમાં આવ્યા સિવાય કોરોના રસી મુકાવીને આ મહામારીને રોકવાનો રામબાણ ઇલાજ છે. કોરોના રસી લઇ પોતાને અને પોતાના કુટૂંબને સુરક્ષિત કરવા માટે આ જરી છે. આથી મહીસાગરવાસીઓને આજથી શ થયેલ રસીકરણ અભિયાનમાં સહયોગી થવા મહીસાગર જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.બી.શાહે અપીલ કરી છે.