શહેરાના કવાલી ગામ ખાતે યુવક અને કિશોરીના મૃતદેહ મહુડાના ઝાડ ઉપર લટકતા મળતા ચકચાર

શહેરા, શહેરા તાલુકાના કવાલી ગામ ખાતે યુવક અને કિશોરીની મહુડાના ઝાડ ઉપર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે ફરીયાદ નોંધીને વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

શહેરા તાલુકાના કવાલી ગામ ખાતે યુવક અને કિશોરીની મહુડાનાં વૃક્ષ ઉપર લટકતી લાશ સ્થાનિક ગ્રામજન ને જોવા મળી હતી. જેને લઇને ગામના જાગૃત નાગરીક દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામા આવતા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચીને જરૂરી તપાસ હાથધરી હતી. મહુડાના વૃક્ષ ઉપર બન્ને લટકતી લાશને સ્થાનિક લોકોની મદદથી નીચે ઉતારવામાં આવી હતી. પોલીસ તપાસમાં યુવક શેખપૂર ગામનો અને કિશોરી સ્થાનિક ગામની હોવાનું બહાર આવ્યું હતું. આ બન્ને લાશને પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ હતી. ઝાડ ઉપર લટકતી લાશની વાત વાયુવેગે પ્રસરી જતા બનાવ સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી આવ્યા હતા. ઝાડ ઉપર જે રીતે યુવક અને કિશોરીની લાશ યુવક અને કિશોરીની લાશ લટકતી જોવા મળી રહી હોય ત્યારે પોલીસનાં ઉચ્ચ અધિકારી દ્વારા આ બાબતે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે ખરી? કિશોરી અને યુવકનો આપઘાત કે પછી હત્યા થઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખરી હકીકત મૃતકના પરિવારજનોને ખબર પડી શકશે તેમ છે. બનેલા બનાવને લઈને મૃતકના પરિવારજનોમાં ઘેરો શોક છવાયો હતો. જ્યારે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.