ઝાલોદ મણિલાલ ચુનીલાલ પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3નું ઉડ્ડયન નિહાળ્યું

ઝાલોદ, વિશ્વ ભરમાં જે ચંદ્રયાન-3 ના ઉડ્ડયનની રાહ જોવાતી હતી. તે ઇસરો દ્વારા આંધ્રપ્રદેશના સતીષ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરીકોટા મુકામે થી બપોરે 2:35 વાગે ઉડ્ડયન કરાવવામાં આવ્યું. આ ચંદ્રયાન-3 નો ઉદ્દેશ ભારતીય અંતરીક્ષ દ્વારા ચંદ્ર પર ખોજ કરવા માટે કરવામાં આવેલ છે. આ ચંદ્રયાન-3 ભારતીય બનાવટનો ભારતીય અંતરીક્ષ છે.

ઝાલોદ કેળવણી મંડળ ઝાલોદ સંચાલિત મણિલાલ ચુનીલાલ કોઠારી પ્રાથમિક શાળા ઝાલોદમાં ચન્દ્રયાન-3 શ્રીમતી વસુંધરાબેન પટેલના નેતૃત્વમાં બાળકોએ નિહાળ્યો હતો. શાળાના બાળકોમાં રાષ્ટ્રપ્રેમ વધે તથા બાળકોમાં વિજ્ઞાનનું મહત્વ સમજાય તથા દેશ અને દુનિયામાં ભારતની શું મહત્વની ભૂમિકા છે, એ હેતુ થઈ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના બાળકો આવતી કાલના ભવિષ્ય હોવાથી તેઓને દેશના નવીન સાહશિક સંશોધન બતાવવામાં આવે તો તેઓને પણ આવનાર દિવસોમાં આવા સાહસિક કાર્ય કરવાની પ્રેરણા મળે તે માટે શિક્ષકગણ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3ને ઉડતા જોતા દેખતાં દરેક બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. બાળકોના ચહેરા પર આ કાર્યક્રમ જોવાનો આનંદ જોવા મળતો હતો. તેમજ પ્રાથમીક શાળાના શિક્ષકો દ્વારા આ અંગે બાળકોને સંપૂર્ણ માહિતી પણ આપી હતી.