હાલોલ તાલુકાના રવાલીયા ગામે જુગાર રમતા ૪ જુગારીયાને પોલીસે ઝડપ્યા

હાલોલ તાલુકાના રવાલીયા ગામે રહેતા કોતર પાસે કેટલાક ઈસમો જાહેરમાં પાના-પત્તાનો જુગાર રમતા હોય તે સ્થળે હાલોલ ‚રલ પોલીસે રેઈડ કરી ચાર જુગારીયાઓને રૂ.૧૩,૧૩૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

હાલોલ તાલુકાના રવાલીયા ગામે રહેતા કોતર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમી રહ્યા હોય તે સ્થળે રૂરલ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જીગ્નેશકુમાર ઉદેસિંહ પરમાર, ગીરીશ જગદીશભાઈ પરમાર, અલ્પેશ બળવંતસિંહ સોલંકી, નરેન્દ્રકુમાર મનહરભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા જુગારીયાઓ પાસેથી દાવ પર મુકેલ અને અંગઝડતીમાં રૂ.૧૩,૧૩૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.