હું મારા સારા દિવસે સૌથી સારી વસ્તુ એ કરીશ કે હું સારું ભોજન લઈશ,: અશ્ર્વિન

મુંબઇ, ભારતીય ટીમના સ્ટાર ઓફ સ્પિનરનું કહેવું છે કે સતત સુધારો કરવાની ઈચ્છા તેને નવી ઊંચાઈઓ પર લઈ ગઈ છે, પરંતુ આ સફર તેના માટે ખૂબ જ થકવી નાખનારી રહી છે. અશ્ર્વિને બુધવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ૬૦ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતે યજમાન ટીમને પ્રથમ દાવમાં માત્ર ૧૫૦ રનમાં આઉટ કરી દીધી હતી. આ દરમિયાન અશ્ર્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (ટેસ્ટ,વનડે અને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય સંયુક્ત) ૭૦૦ વિકેટ પૂરી કરી. અનિલ કુંબલે (૯૫૬) અને હરભજન સિંહ (૭૧૧) પછી આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો ભારતીય બોલર બન્યો.

પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ જ્યારે અશ્ર્વિનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની લાંબી સફર અને આ દરમિયાન આવેલા ઉતાર-ચઢાવ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘આ દુનિયામાં એવો કોઈ ક્રિકેટર કે માનવી નથી કે જેણે આવા ઉતાર-ચઢાવમાંથી પસાર ના થયું હોય. જ્યારે તમે નિષ્ફળતાનો સામનો કરો છો, ત્યારે તમારી પાસે બે વિકલ્પ હોય છે, કાં તો હતાશ થાઓ, તેના વિશે વાત કરો અને પછી ફરિયાદ કરો, અથવા તેમાંથી શીખો. એટલા માટે હું એક એવી વ્યક્તિ છું જે આ વસ્તુઓમાંથી સતત શીખતો રહ્યો છું.

અશ્ર્વિને કહ્યું, ’તેના બદલે આજે (મારા સારા પ્રદર્શન પર) હું મારા સારા દિવસે સૌથી સારી વસ્તુ એ કરીશ કે હું સારું ભોજન લઈશ, સારી વાતો કરીશ, મારા પરિવાર સાથે વાત કરીશ, સૂઈ જઈશ અને આ બધું ભૂલી જઈશ. જ્યારે તમારો દિવસ સારો હોય, ત્યારે તમે જાણો છો કે તમારો દિવસ સારો હતો, પરંતુ એવી વસ્તુઓ છે જેના પર તમે કામ કરી શકો છો અને આવતીકાલમાં સુધારો કરી શકો છો. શ્રેષ્ઠતાની સતત શોધ એ જ મને સારી સ્થિતિમાં રાખ્યો છે, પરંતુ તે થકવી નાખનારો પણ રહ્યો છે.’

અશ્ર્વિને કહ્યું, ‘આ સફર એટલી સરળ પણ નથી. આ સફર મારા માટે ખૂબ જ થકવી નાખનારી રહી છે, પરંતુ હું તે તમામ નિષ્ફળતાઓ માટે ખૂબ જ આભારી છું કારણ કે તેના વિના સફળતા શક્ય નથી. તેને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં પ્લેઇંગ ૧૧માં રાખવામાં આવ્યો ન હતો. તે ખૂબ જ નિરાશ હતો. તેણે કહ્યું, ‘મેં તેના વિશે વાત કરી છે.

કોઈપણ ક્રિકેટર માટે તે ખૂબ જ મુશ્કેલ હોય છે જ્યારે તમને WTC ફાઈનલમાં રમવાની તક મળે પરંતુ અંતે બહાર બેસવું પડે, પરંતુ જો હું નિરાશામાં ડ્રેસિંગ રૂમમાં બેઠો હોઉં તો મારા અને અન્ય વ્યક્તિમાં શું ફરક છે.