પિતાને નામે કલંક લગાવતો કિસ્સો, પિતાએ પોતાની ૧૪ વર્ષની બાળકીને ગર્ભવતી બનાવી

અલીગઢ,ઉત્તર પ્રદેશના અલીગઢમાં સંબંધ પર ડાઘ લગાવનારો એક ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતા વિરુદ્ધ પોતાની જ ૧૪ વર્ષની દીકરી પર બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ચોંકાવનારો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે યુવતી ગર્ભવતી બની. જે બાદ તેના કાકા પોલીસ સ્ટેશન ગયા અને પિતા વિરુદ્ધ કેસ નોંધ્યો .

ગભના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામ કુંવરે જણાવ્યું છે કે આરોપી પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે, આ મામલો સામે આવ્યા પછી, આખા ગામના લોકો છોકરીના પિતા પર રોષે ભરાયા છે. તેઓ તેને સખત સજાની માંગ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ પીડિત કિશોરી તેના પિતા સાથે ગામના ઘરે એકલી રહેતી હતી. તેની માતાનું દસ વર્ષ પહેલા અવસાન થયું હતું. આ કારણે તે ખૂબ જ પરેશાન રહેતી હતી. જોકે પીડિતાના બે ભાઈ છે, પરંતુ તેમાંથી એક દિલ્હીમાં રહે છે જ્યારે બીજો ભાઈ અન્ય જગ્યાએ રહે છે. આ પહેલીવાર નથી કે જ્યારે પીડિત કિશોરીએ પિતા પર ગંભીર આરોપ લગાવ્યો હોય. પીડિતાએ ત્રણ-ચાર મહિના પહેલા તેના પિતા પર છેડતી અને બળાત્કારનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે, પછી મામલો દબાવી દેવામાં આવ્યો અને કોઈએ તેની ફરિયાદને ગંભીરતાથી સાંભળી નહીં. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જ્યારે તેણીને શારીરિક તકલીફો જણાતી ત્યારે તેણે આજુબાજુની મહિલાઓને તેના વિશે જણાવ્યું અને ચેકઅપમાં તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું.જ્યારે આ વાત સામે આવી તો છોકરીના કાકા આગળ આવ્યા અને આરોપી પિતા વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો. પોલીસ હવે આરોપી પિતાને કડક સજા આપવાની વાત કરી રહી છે.