અમેરિકામાં દર મહિને ૧.૧૯ કરોડ ઈ-સિગારેટ વેચાય છે, તેમાંથી અડધી ડિસ્પોઝેબલ, ૮% જ રિસાઇકલ થાય છે

ન્યુયોર્ક, વિશ્ર્વભરમાં ડિસ્પોઝેબલ (નિકાલજોગ) ઈ-સિગારેટ અને ઇલેક્ટ્રિક વેપનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ઈ-વેસ્ટને લઈને ઘણા દેશોમાં ચિંતા વધી છે. સિંગલ યુઝને કારણે લોકો તેનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના સંલગ્ન સીડીએસ ફાઉન્ડેશનના એક રિપોર્ટ અનુસાર યુએસમાં દર મહિને લગભગ ૧.૯ કરોડ મિલિયન ડિસ્પોઝેબલ ઈ-સિગારેટ વેચાય છે.

માર્ચ ૨૦૨૩માં વેચવામાં આવેલી ઇ-સિગારેટમાં ૫૩ ટકા ડિસ્પોઝેબલ ઈ-સિગારેટ હતી. ગાર્બોલોજી રિસર્ચની એક રિપોર્ટ મિજબ, ૨૦૨૨માં ફક્ત ૮ ટકા ઇ-સિગારેટ જ રિસાઇકલિંગ ફેસિલિટી સુધી પહોંચી હતી વ્યાપક પ્રમાણમાં તેના પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. યુએસ પીઆઇઆરજી એજ્યુકેશન ફંડના રિપોર્ટ મુજબ અમેરિકામાં એક વર્ષમાં વેચાતા ડિસ્પોઝેબલ વેપની એક લાઇન બનાવવામાં આવે તો તે ૧૧, ૨૬૫ કિમી લાંબી હશે. જે અમેરિકા ખંડ કરતા બમણી પહોળાઈ હશે.

નિકાલજોગ ઈ-સિગારેટનો નિકાલ કરવો મુશ્કેલ છે, કારણ કે તેનો એક ભાગ ઈલેક્ટ્રિક સર્કિટ  અને લિથિયમ બેટરી ધરાવતું પ્લાસ્ટિક હોય છે, જે તેને ઈ-વેસ્ટની શ્રેણી બનાવે છે. સાથે જ તેમાં રહેલા નિકોટિનને કારણે તે જોખમી કચરાની શ્રેણીમાં પણ આવે છે. આ કારણોસર, ઘણી જગ્યાએ તેને રિસાયકલ કર્યા વિના જ કાઢી નાખવામાં આવે છે.

કેલિફોર્નિયા અને ન્યુયોર્કના સાંસદોએ સિંગલ-યુઝ વેપ અને ઈ-સિગારેટના વેચાણને નિયંત્રિત કરવા માટે એક બિલ રજૂ કર્યું છે. ટૂથ ઈનિશિએટિવ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ૫૧% લોકો ઈ-સિગારેટનો ઉપયોગ બાદ સામાન્ય કચરામાં ફેંકી દેતાં હોય છે.