મુંબઇ, સેન્સર બોર્ડે હાલમાં ફિલ્મ ઓએમજી ૨’ની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સેન્સર બોર્ડે ફિલ્મને સમીક્ષા સમિતિને મોકલી છે. સેન્સર બોર્ડની રિવ્યુ કમિટીની વિચારણા બાદ ફિલ્મનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે. જોકે, અત્યારે ફિલ્મ માટે પ્રતિબંધ શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે નહીં. ’આદિપુરુષ’ સાથે જે થયું તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ફિલ્મનું ટીઝર ૧૧ જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં અક્ષય કુમાર લાંબા વાળ અને કપાળ પર ભસ્મ સાથે ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. તેનો પહેલો ભાગ ઓએમજી ૨૦૧૨માં રિલીઝ થયો હતો. આ ફિલ્મમાં પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા.
ટીઝરની શરૂઆત પંકજ ત્રિપાઠીના વોઇસ ઓવરથી થાય છે. તેમનું કહેવું છે કે, ભગવાન હોય કે ન હોય, વ્યક્તિ આસ્તિક કે નાસ્તિક હોવાનો પુરાવો આપી શકે છે. પરંતુ ભગવાન પોતે બનાવેલા બંદાઓ વચ્ચે ક્યારેય ભેદ પાડતા નથી. નાસ્તિક કાનજી લાલ મહેતા હોય કે આસ્તિક કાંતિ શરણ મુદગલ હોય. આ પછી શિવ બનેલા અક્ષયની એન્ટ્રી થાય છે, જેમાં તે કહે છે, શ્રદ્ધા રાખો, તમે શિવના સેવક છો.
અરુણ ગોવિલ ઓએમજી ૨’માં ભગવાન રામના રોલમાં જોવા મળશે. રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામની ભૂમિકા અરુણે જ ભજવી હતી. ખાસ વાત એ છે કે, ઓએમજી ૨’ની ટક્કર ૧૧ ઓગસ્ટે સની દેઓલની ફિલ્મ ’ગદર ૨’ સાથે થવાની હતી.