ભાવનગર, રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા ડમીકાંડ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. ભાવનગર એસઓજી પોલીસે કોર્ટમાં ૧૫૨૭ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ડમીકાંડમાં સંડોવાયેલ ૬૧ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે. ડમીકાંડમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા ૬૧ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. જેને લઈ કોર્ટ પરિસરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શરદ પનોત પર મિલન બારૈયાને ફસાવવાના લાગેલા આરોપોને પણ જવાબ શરદ પનોતની પત્ની મીનાબેને રદિયો આપ્યો હતો. શરદ પનોતની પત્ની મીનાબેને દાવો કર્યો છે કે શરદે ક્યારેય મિલન બારૈયા ઉપયોગ કર્યો નથી. મીનાબેનનો દાવો છે કે મિલનની સ્કૂલ અને ટ્યુશનની ફી શરદ પનોત ભરતો હતો. ડમીકાંડ માટે તેનો કોઈ ઉપયોગ કર્યો હશે તો તેની પાછળ પણ કોઈ ઉદ્દેશ્ય હશે. મીના પનોતે યુવરાજસિંહ સામે નામ ન લેવા માટે પૈસા માગ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.