ગોધરા,ગોધરા વડોદરા હાઈવે ઉપર આવેલ ગણેશ મંદિર સામે કાર અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પાછળ બેઠેલ મહિલા સવારને ગંભીર ઇજા થતાં ત્યાં ગણેશ મંદિર ગેટ સામે હાજર 108 દ્વારા તાત્કાલીક સારવાર માટે મહિલાને દવાખાને ખસેડવામાં આવી હતી જ્યારે કાર ચાલક જેનો રજીસ્ટ્રેશન નંબર GJ17 CA 5918 કાર વેજલપુર તરફ થી ગોધરા તરફ જતી હતી ત્યારે ગણેશ મંદિર સામે બાઇક જેનો રજીસ્ટ્રેશન નંબર GJ17 CF 5306ના ચાલક રોડ વચ્ચે અચાનક આવી જતા કારના ડ્રાયવર સાઈડના આગળના ભાગે અડફેટમાં આવી હતી બાઇક રોડ ઉપર ભયંકર રીતે ફંગોળાઈ હતી જેના કારણે મહિલા ને ગંભીર ઇજાઓ થય હતી.