મોરવાહડફ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સામે કયાં કારણોથી વાંધા અરજી દાખલ થઇ

ગુજરાત રાજ્યમાં વધુ એક વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે રાજકીય રસાકસી જામી છે. અહીં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર નિમિષાબેન સુથાર દ્વારા ઉમેદવારી નોધાવવામાં આવી છે. ભાજપના ઉમેદવાર તરીકે નિમિષા સુથારે  ગતરોજ ૩0 માર્ચના દિવસે ફોર્મ ભર્યુ છે.

ત્યારે નિમિષા સુથાર ની ઉમેદવારીને કોંગ્રેસ દ્વારા પડકારવામાં આવી છે. અને નિમિષાબેન સુથારની ઉમેદવારી રદ કરવા અરજી કરવામાં આવી છે. ઉમેદવાર સાચા આદિવાસી ના હોવાની રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કટારાએ ચૂંટણી અધિકારીને આ અંગે અરજી  કરી છે.

તેમને પોતાની અરજી માં લખ્યું છે કે, નીમીશાબેનના પિતા ના જ્ઞાતિ ના પ્રમાણપત્રની તપાસ  તકેદારી આયોગ આદિજાતિ વિકાસ બોર્ડ સમક્ષ થતા તકેદારી આધીકારી પ દ્વારા 30/10/૨૦૦૪ ના રોજ પાઠવેલ એહવાલ મુજબ તેમના પોતા ગુલાબભાઈ મોતીભાઈ વાગડિયા ઓ આદીજાતીમાં સમાવેશ થતો નથી.  વધુમાં તેમના ગામ ગોળાનપુરની નજીકમાં આવેલી કુટેરાના રેવન્યુ રેકોર્ડ ની ખેતીની જમીનમાં 73 AA  મહેસુલ નોધણી કરાવી હતી જે પણ જે તે સમયે રદ કરવામાં આવી હતી.