બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ૮મી વખત પિતા બન્યા, ત્રીજી પત્નીએ બાળકને જન્મ આપ્યો

લંડન, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન એકવાર ફરી પિતા બન્યા છે. તેમની પત્ની કેરીએ ત્રીજા બાળકને જન્મ આપ્યો છે. કેરી જ્હોન્સને ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી. પોતાની પોસ્ટમાં તેણે જણાવ્યું કે તે ત્રીજી વખત માતા બની છે. આ દરમિયાન કેરીએ નવજાતનું નામ પણ જાહેર કર્યું. તેણે જણાવ્યું કે તેનું નામ ફ્રેક્ધ આલ્ફ્રેડ ઓડીસિયસ જોન્સન રાખવામાં આવ્યું છે. ફ્રેક્ધનો જન્મ ૫મી જુલાઈએ થયો હતો.

વાસ્તવમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસનનું આ આઠમું સંતાન છે. બોરિસની પત્ની કેરી જોન્સને ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે તે ત્રીજી વખત માતા બની છે, તેણે પુત્રને જન્મ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી મુજબ બોરિસ અને કેરીનું આ ત્રીજું સંતાન છે. જો કે બોરિસ જોન્સનના વડાપ્રધાન પદ છોડ્યા બાદ આ તેમનું પ્રથમ સંતાન છે.

૫ જુલાઈએ જોન્સનની પત્નીએ બાળકને જન્મ આપ્યો હતો જેની તેમને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ શેર કરી છે. તેણીની પોસ્ટમાં બાળકનું નામ જાહેર કરતા, કેરી જોન્સને લખ્યું, “શું તમે અનુમાન કરી શકો છો કે મારા પતિએ તેનું નામ શું રાખ્યું છે?” અને પછી ઇન્સ્ટાગ્રામ પર, કેરીએ લખ્યું કે વિશ્ર્વમાં તમારું સ્વાગત છે ફ્રેક્ધ આલ્ફ્રેડ ઓડીસિયસ જોન્સન.

કેરી જ્હોન્સને લખ્યું કે મારા પહેલા બે બાળકોને ખુશીથી તેમના નવા ભાઈને ગળે લગાવતા જોવું એ એક અદ્ભુત અનુભવ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે મારો પરિવાર ઘણો ખુશ છે. તેણે લખ્યું છે બોરિસ જોનસન ફરી વખત પિતા બન્યા છે

જણાવી દઈએ કે જોન્સન દંપતીના પ્રથમ સંતાન વિલ્ફ્રેડનો જન્મ વર્ષ ૨૦૨૦માં ૨૯ એપ્રિલે થયો હતો. જ્યારે તેમની પુત્રી રોમીનો જન્મ વર્ષ ૨૦૨૧માં ૯ ડિસેમ્બરે થયો હતો. જણાવી દઈએ કે પૂર્વ પીએમ બોરિસ જોન્સને મે ૨૦૨૧માં પોતાની ગર્લફ્રેન્ડ કેરી સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે બોરિસ અને કેરીની ઉંમરમાં ૨૩ વર્ષનો તફાવત છે. ૨૦૧૯માં બોરિસ પીએમ બન્યા ત્યારથી બંને ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેતા હતા.રિપોર્ટ્સ અનુસાર, પહેલા બોરિસે મરિના વ્હીલર સાથે લગ્ન કર્યા હતા. તેમાંથી તેને ચાર બાળકો હતા. તે જ સમયે, એવું કહેવાય છે કે બોરિસ જોનસનને એક પુત્રી પણ છે જેનો જન્મ ગેરકાયદેસર સંબંધથી થયો હતો. સમાચાર અનુસાર, બોરિસ હેલેન મેકઇન્ટાયર નામની મહિલા સાથે પણ સંબંધ ધરાવતા હતા. જોકે આની ક્યારેય પુષ્ટિ થઈ નથી. તે જ સમયે, પ્રથમ પત્ની એલેગ્રા મોસ્ટિન ઓવેન અને બોરિસને કોઈ સંતાન નહોતું પણ આ બધાની સાથે બોરિસ જોનસન આઠમી વખત પિતા બન્યા છે.