રાજયના ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ ૧પમી એપ્રિલ સુધી યથાવત અમલમાં રહેશે

ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો અમલ આગામી તા.૩૦ એપ્રિલ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવ્યો છેગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા.૩૦ એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે

આ ઉપરાંત, રાજ્યના ૪ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ અમલમાં છે તે પણ આગામી તા.૧પ એપ્રિલ-ર૦ર૧ સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ પણ ગૃહના અધિક મુખ્ય સચિવએ જણાવ્યું છે.