- અમરનાથ થી પરત આવવા ના રસ્તા ઉપર કાજીગુંડ નજીક લેન્ડ ભારે વરસાદ અને સ્લાઈડીંગની સાથે પુલ તૂટતા સંજેલીના યાત્રાળુઓ પાંચ દિવસથી ફસાયા.
- સંજેલીના 15 સહિત વડોદરાના 25 યાત્રાળુઓ હાલ કાજીગુંંડ સી.આર.પી.એફ કેમ્પમાં આશરો લઈ રહ્યા છે.
દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના સંજેલી થી ગત 30 જૂન-23 ના રોજ વડોદરાની વૈશાલી ટ્રાવેલ્સમાં અમરનાથની યાત્રાએ ગયેલા સંજેલીના કલાલ તેમજ પ્રજાપતિ 15 સહિત વડોદરાના 25 જેટલા યાત્રાળુઓનો સમૂહ અમરનાથના દર્શન કર્યા બાદ પરત ફરતાં નગરથી 50 કિલોમીટરના અંતરે આવેલ કાજીગુંડ ગામે આવ્યા હતા. બાદ આ શ્રદ્ધાળુઓને જાણવા મળેલ કે, કાજીગુંડ થી 60 કિ.મી. દુરના અંતરે આવેલ પુલ ભારે વરસાદના કારણે તૂટી ગયેલ હોય તેના લીધે હાલ રસ્તો બંધ હોવાની જાણ થતા આ શ્રદ્ધાળુઓને પરત આવવા મુશ્કેલી ઉભી થઈ હતી. જોકે, હાલ આ તમામ યાત્રાળુઓ કાજીપુર સી.આર.પી.એફ. કેમ્પમાં આશરો લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. તેમજ હાલ તેઓને સહી સલામત રીતે પરત મોકલવા ત્યાંના તંત્ર દ્વારા કામગીરી કરાઈ રહેલ હોવાનું જાણવા મળે છે. જોકે, મળતી માહિતી અનુસાર દાહોદ જીલ્લાના સંજેલી થી અમરનાથ ખાતે યાત્રા કરવા ગયેલા આ યાત્રાળુઓનો સમૂહ 7 મી જુલાઈના રોજ બાબા અમરનાથના દર્શન કરી પરત આવવા રવાના થયા હતા અને સાંજે શ્રીનગર થી 50 કિલોમીટર દૂર કાજીગુંડ વિસ્તારમાં ભારે વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગ થવાના પગલે ફસાઈ ગયા હતા અને છેલ્લા પાંચ દિવસથી તેઓ રાહત કેમ્પમાં આશરો લઈ રહ્યા હતા. પરંતુ આજની સવાર આ યાત્રાળુઓ માટે સારા સમાચાર લઈને આવી હતી. જેમાં સ્થાનિક તંત્ર દ્વારા એલાન કરવામાં આવ્યું હતું કે લેન્ડ સ્લાઇડિંગના લીધે જે માર્ગ બાદ થયો હતો. તેનો કાટમાલ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે અને સંભવત આજે સાંજે અથવા આવતીકાલે સવારે યાત્રાળુઓને પરત ફરવા માટે રવાના કરવામાં આવશે તેમ જણાવ્યું છે. જોકે, સંજેલી થી અમરનાથ યાત્રાએ ગયેલા અને કાજીગુંડ સી.આર.પી.એફ. કેમ્પમાં આશરો લઈ રહેલા શ્રદ્ધાળુઓમાં હસમુખભાઈ કલાલ, રમેશભાઈ કલાલ, કમલેશભાઈ કલાલ, નરેશભાઈ કલાલ, પંકજભાઈ કલાલ, પીન્ટુભાઇ કલાલ, કુમેશભાઈ કલાલ, નરેશભાઈ પ્રજાપતિ, મનિષાબેન કલાલ, કાંતાબેન કલાલ, ઉષાબેન કલાલ, દીપીકાબેન કલાલ, ભારતીબેન કલાલ, ભાવનાબેન કલાલ તથા સંતોષબેન પ્રજાપતિનો સમાવેશ થાય છે. જ્યારે 25 જેટલા શ્રદ્ધાળુઓ વડોદરાના હોવાનું જાણવા મળે છે.