સંતરામપુર એસટી બસ ડેપોમાં સીસીટીવી કેમેરાના હોવાના કારણે ખિસ્સા કાતરુંઓને મળિયું મોકલું મેદાન

સંતરામપુર, સંતરામપુર નગરમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે એસટી બસ સ્ટેશન બનાવવામાં આવેલું હતું. પરંતુ આજે સુધી સીસીટી કેમેરાના હોવાના કારણે મુસાફર અને સલામતી માટે જોખમ ઊભું થયેલું છે. આજરોજ સંતરામપુર સુરત બસમાં એક મુસાફરનું રૂપિયા 10,000 રૂપિયાનું ખિસ્સું કપાયું આવી પરિસ્થિતિ જોવા મળી આવેલી હતી. જો સીસીટી કેમેરા હોય તો આજે તો ખિસ્સા કાતરું ચોર પકડાઈ ગયો હતો. સીસીટી કેમેરાના હોવાના કારણે મુસાફરો માટે હવે એસટી બસ બસ ડેપોમાં ખતરારૂપ સાબિત થઈ રહ્યું છે. વારંવાર મુસાફરો દ્વારા અને અગાઉ પણ જાણ કર્યા છતાંયે સીસીટી કેમેરા ન હોવાના કારણે સૌથી મોટી મુશ્કેલી ઊભી થઈ રહેલી છે અને ખિસ્સા કાતરુંઓ અને અસામાજીક તત્વો માટે મોકળું મેદાન મળ્યું છે. અવારનવાર વર્ષ દરમિયાનમાં ખીસ્સા કાતરુંઓની ઘટનાઓ વધી રહેલી છે. તેમ છતાં સીસીટી કેમેરા મૂકવામાં એસટી તંત્ર અને નિષ્કાળજી અને નિષ્ફળ જોવા મળી આવેલી હતી. જવાબદાર કોણ જો ખિસ્સા કાતરું મુસાફરોના ખીસ્સા કાપી નાખે ત્યારે તે કોણ કોણ જવાબદાર કે સૌથી મોટો પ્રશ્ર્ન ઉભો થયેલો છે. એસટી બસ ડેપોમાં મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે, પણ સલામતી માટે તેમને કઈ જોવાયેલું નથી.