વીરપુર, વીરપુર તાલુકાના ખેરોલી ગામમાં દરજી રજનીભાઈ જેઓના ઘરની હાલત છેલ્લા 5 વર્ષથી ખરાબ હોવાથી જીવન જરૂરીયાત વસ્તુઓની ખોટ હતી. ઘરમાં જમવાનો પ્રશ્ર્ન, સુવાનો પ્રશ્ર્ન તેમજ વરસાદમા આખા ઘરમાં પાણી જ પાણી થઈ જતું અને કમાવવા માટે પણ પૂરતા કોઈ સંસાધન ન હતા. ખુબજ દયનીય અને ગંભીર પરિસ્થિતિ હતી. આ વાતની જાણ હર્ષભાઈ દરજી દ્વારા લુણાવાડા બીઇંગ હ્યુમન ગ્રૂપના સભ્યોને કરતા બીઇંગ હ્યુમન ગ્રૂપના દયાળુ દાતાઓ સુનિલભાઈ ભોઈ, સંદીપભાઈ પટેલ અને મિહિરરાજભાઈ પગીના અમૂલ્ય ફાળાથી રજનીભાઈને ગેસની સગડી, ગેસનો બોટલ, ટેબલ પંખો, લાઈટ, બેટરી, બે પલંગ, કરિયાણાની આખી કીટ, કપડાં અને વરસાદથી તેમના ઘરનું રક્ષણ કરવા માટે તાટપટ્ટી અને છત્રીનું વિતરણ બીઇંગ હ્યુમન ગ્રૂપના લુણાવાડા સભ્યો દ્વારા કરવામાં આવ્યું. આવતા દરજી પરિવારે બીઇંગ હ્યુમન ગ્રૂપનો આભાર માન્યો હતો. આ ગ્રૂપ દ્વારા આવા અનેક પરિવારો તેમજ જરૂરીયાતમંદોને અનેકવાર સહાય કરવામાં આવી છે.