ગોધરાના દયાળ પ્રા.શાળામાં બાળ સાંસદની ચુંટણી યોજી

ગોધરા, ગોધરા તાલુકાની દયાળ(મુખ્ય) પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી બાળ સાંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ એ મતદાન થકી બાળ સાંસદની નિયુક્તિ કરવામાં આવી.

આજ રોજ ગોધરા તાલુકાની દયાળ(મુખ્ય) પ્રાથમિક શાળા ખાતે શાળાના લોકતંત્ર મુજબ શાળા પ્રતિનિધિ (બાળ સાંસદ) માટેની ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી. તેઓ દ્રારા શાળામાં પ્રચાર કરવામાં આવ્યો હતો. શાળાના દરેક વિદ્યાર્થીને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને તે રીતે વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. જેમાં જંગી મતોથી વિજયી થયેલ શાળાની વિદ્યાર્થીની ડિંડોર ભૂરીબેન રમેશભાઈને લોકતંત્રની શપથવિધિની જેમ સોપાયેલ કાર્ય અને જવાબદારી માટે શપથ લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય કિશોરી વિજયકુમાર પારસિંગભાઈ તેમજ શાળાના શિક્ષકોનો વિદ્યાર્થીઓને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.