શહેરા, શહેરા પ્રાથમિક કેન્દ્ર માં સારવાર લઈ રહેલા મનોરોગી મહિલા કે જેમનું સરનામું ખબર નથી. તેઓને સુરક્ષિત આશ્રય અપાવવા 181 મહિલા હેલ્પ લાઇનની મદદ માટે કોલ કરવામા આવતાં અભયમ રેસક્યું ટીમ ગોધરા સ્થળ પર પહોચી પીડિતા સાથે આત્મીયતા થી વાતચીત કરતા કયા વિસ્તારના છે. તે જાણી ઘણી શોધખોળ અને મહેનત બાદ તેના પરિવારની જાણકારી મેળવી મહીલાને તેમનાં પરિવાર પાસે પહોચાડ્યા હતાં.
મળતી માહિતી મુજબ આધેડ વયના મહિલા ઇજાગ્રસ્ત હોય ત્રાહિત વ્યકિત એ 108 ની મદદ થી શહેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યાં હતાં.
અભયમ દ્વારા મહીલાને આત્મીયતા થી પૂછતા ગામના આજુબાજુના ભૌગોલિક વિસ્તારનું યાદ છે, તે જણાવેલ જેથી અભયમ ટીમ ઘણી શોધખોળ બાદ કાલોલ નજીકના ગામ માંથી પરિવાર મળી આવ્યો હતો. મનોરોગી હોવાથી ઘર માંથી નીકળી જાય છે. તેઓને મહિલાની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર કરાવવા સુચન કરવામાં આવ્યું હતું.