પતિના લગ્નેતર સબંધ થી ત્રસ્ત પરણિતાની મદદે અભયમ ગોધરા

ગોધરા, પંચમહાલ જીલ્લાના દામાવાવ પાસેના ગામ થી બે બાળકોની માતા એવાં પરણિતાનો 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ આવેલ કે તેમના પતિનું અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાથી અમારી વચ્ચે અવાર નવાર ઝગડા થાય છે. સામેની સ્ત્રી અને તેના પતિને સમજવા જતા તેઓએ મારી સાથે મારપીટ કરેલ. પરણિતા નામે પુષ્પાબેનને હવે પછી પણ મારઝૂડ કરે તેવો ભય છે. જેથી તેઓને રક્ષણ મળી રહે તે માટે દામાવાવ પોલિસ સ્ટેશનમાં અરજી કરાવવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ પુષ્પાબેનના પતિ તેમનાં ફળિયામાં રહેતી પરણીત સ્ત્રી સાથે સબંધ રાખે છે. છકડો ચલાવી થતી આવક તે સ્ત્રી પાછળ વેડફે છે અને પોતાના બાળકો અને પત્નીને કઇ આપતાં નથી. જેથી બને વચ્ચે અવારનવાર ઝગડાઓ થાય છે. ગત રોજ પુષ્પાબેન સામેની સ્ત્રીને સમજાવવા ગયેલા ત્યારે સ્ત્રી અને તેના પતિ એ લાકડી થી મારમારી હાથે પગે ઇજા પહોચાડી હતી. જેથી ડરી ગયેલા અને મદદ માટે 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરેલ. અભયમ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવેલ. સામેના પક્ષકાર ભાગી ગયેલા. પુષ્પાબેનને ડર હતો કે હવે પછી પણ હુમલો કરશે. જેથી તેમને રક્ષણ મળી રહે તે માટે દામાવાવ પોલિસ સ્ટેશન અરજી અપાવવામાં આવી છે.