
રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની એકાએક તબિયત લથડી છે. ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મોડી રાત્રે બે વાગ્યા આસપાસ એકાએક તેમને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચ્યા હતા. તબીબી તપાસ દરમિયાન તેમને નળીમાં બ્લોકેજ માલુમ પડતાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવશે. હાલ વિશેષ તબીબોની ટીમ તેમની સારવાર કરી રહી છે. સાંજે 4 વાગ્યા બાદ ચુડાસમાની બાયપાસ સર્જરી કરવામાં આવશે. સર્જરી બાદ તેમને 3 દિવસ સુધી આઈસીયુમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.