- વિધાનસભા બેઠક માટે દાવેદારી કરનાર ૧૧ સંભવિત દાવેદારોના સેન્સ લેવાયા હતા.
- ૪ નિરીક્ષકો સમક્ષ આગેવાનોએ દાવેદારો સાથે કરી ચર્ચા કરી હતી.
- દરેક દાવેદારો અને તેમના સમર્થકો સાથે નિરીક્ષકો એ ચર્ચા કરી માહિતી મેળવી.
- અનેક નામોની પણ સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચા બાદ યુવા ચહેરાને તક.
ગોધરા,
આગામી યોજાનાર મોરવા હડફ ની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ આવી એક્શનમાં આવી છે ગત દિવસે વિધાનસભા બેઠક માટે દાવેદારી કરનાર સંભવિત ૧૧ દાવેદારો ના સેન્સ લઇ કરી ચર્ચા કરાઈ હતી. જેના પગલે કોંગ્રેસ દ્વારા સત્તાવાર આદિવાસી ઉમેદવાર તરીકે સુરેશભાઈ કટારાના નામની ધોષણા કરવામાં આવતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી.
મોરવા(હ) વિધાનસભા બેઠકના અપક્ષ પરંતુ કોંગ્રેસના મનાતા ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટ નું દેવ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. અને સમયમર્યાદામાં ચુંટણી યોજવા માટે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાઈને ફોર્મ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોરવા(હ) વિધાનસભા બેઠકની પેટાચુંટણી અનુલક્ષીને ભાજપ અન કોંગ્રેસ દ્વારા સંભવિત ઉમેદવારોના સેન્શ લેવાઈ રહ્યા છે. ત્યારે આ બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો જળવાઈ રહે તે માટે પેટા ચુંટણી જીતવા માટે કોંગ્રેસે પણ ફોકસ કર્યું છે. ચુંટણીને લઈને કોંગ્રેસ એકશનમાં આવીને સંગઠન મજબુત બનાવવા સાથે સંભવિત ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ગત શુક્રવારે કોંંગ્રેસ દ્વારા આયોજિત બેઠકમાં હાજર નિરીક્ષકો પ્રભાબેન તાવીયાડ, નારણભાઈ રાઠવા, ઘનશ્યામભાઈ ગઢવી, ભગુરાજસિંહ ચૌહાણ સમક્ષ એક પછી એક સંભવિત ઉમેદવારો સાથે ચર્ચા વિચારણા કરીને ચુંટણી જીતવા માટે રણનીતિ તૈયાર કરવા સાથે સક્ષમ ઉમેદવારને પસંદગી માટે નામની પુછપરછ કરી હતી. કોંગ્રેસ પક્ષ તરફ થી આવેલા નિરીક્ષકો સમક્ષ ૧૧ જેટલા દાવેદારો એ ટીકિટની માંગણી કરી હતી. અને દરેક દાવેદારો અને તેમના સમર્થકો સાથે નિરીક્ષકો એ ચર્ચા કરી માહિતી મેળવી હતી. પેટા ચુંટણીની મોરવા(હ) બેઠક આદિજાતિ અનામત ફળવાઈ હોવાથી અને આ વિસ્તારના જાણીતા ચહેરાઓની સંભાવના વચ્ચે કોંગ્રેસ તરફથી અનેક નામોની પણ સંભવિત ઉમેદવાર તરીકે રહી ચર્ચા થઈ હતી. પરંતુ નિરીક્ષકો દ્વારા ચાર ઉમેદવારની પેનલ તૈયાર કરીને રણનીતિ સાથેનો અહેવાલ ગુજરાત પ્રદેશ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. અને હોળી તહેવારમાં ફાઈનલ ઉમેદવારના નામની જાહેરાત કરવાના ભાગરૂપે હોળીના દિવસે મોરવા(હ)તાલુકાના સાગવાડા ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતા અને યુવા કોંગ્રેસ નેતા સુરેશભાઈ કટારાના નામ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ. દિલ્હી રાષ્ટ્રિય સમિતિના અઘ્યક્ષ સોનીયા ગાંધીના હસ્તાક્ષર સાથે મોરવા(હ) પેટા ચુંટણીના ઉમેદવાર તરીકે સુરેશભાઈ કટારાનુ નામ જાહેર થવાની સાથે આદિવાસી સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. જો કે અનેક નામોની ચર્ચાઓ વચ્ચે સંભવિત ઉમેદવારો દ્વારા પોતાના ગોડફાધર સમક્ષ રાજકીય લોબીંગ શરૂ કર્યું હતુ. પરંતુ આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે યુવા ચહેરાને તક આપવામાં આવી હતી.
ધારાસભ્યની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારાનું વ્યકિતત્વ
અત્રે તેઓના વ્યકિતત્વ પરીચય આપવામાં આવે છે તો આદિવાસી ભીલ સમાજના આ યુવા નેતા એચ.એસ.સી.પાસ થઈને ખેતીમાં વ્યવસાય કરી રહ્યા છે. ખેડુત તરીકે ખેતરમાં કામ કરનાર સુરેશભાઈ છેલ્લા ૨૫ વર્ષથી આ વિસ્તારમાં કોંગ્રેસના સક્રિય સભ્ય છે અને સાગવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કામ કરી રહ્યા છે. ગત ટર્મમાં તાલુકા પંચાયતની સુલિયાત બેઠક પરથી સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા તેઓની પત્નિ ગજરાબેન રજાયતા જિલ્લા બેઠક પરથી સેવા આપી રહ્યા હતા. તેઓના પિતા સ્વ.છગનભાઈ રામસિંહ કટારા છેલ્લા ૩ ટર્મ માટે તાલુકા પંચાયત ગોધરા, મોરવા(હ), તાલુકા પંચાયત સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. એક ટર્મ દરમિયાન સામાજિક ન્યાય સમિતિના અઘ્યક્ષ તરીકે પણ કામગીરી કરી હતી.