સુરતના સચિનમાં દીવાલ ધરાશાયી થતાં ૧નું મોત, ૩ ઘાયલ

સુરત, સુરતના સચીન વિસ્તારમાં દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. અહીં દીવાલ ધરાશાયી થતાં ૪ શ્રમિકો દટાયા હતા. જેમાંથી એકનું મોત નિપજ્યું છે, જ્યારે ૩ શ્રમિકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે જીઆઇડીસીની ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની દીવાલ તૂટી પડતાં દુર્ઘટના સર્જાઇ હતી. દીવાલ ધરાશાયી થતાં ૪ શ્રમિકો દટાયાં હતાં. જ્યારે ૩ કામદારોને બહાર કઢાયા છે અને એકનું મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું.

આ ઘટના સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારની છે, જ્યાં એક પ્લોટમાં દિવાલ ધશી પડી હતી. જેને લઇને ત્યાં કામ કરતાં મજૂરો દબાઇ ગયા હતા. દિવાલ ધશી પડતાં ૪ જેટલા શ્રમિકો દબાયા હતા. ઘટનાને જોતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જે બાદ ફાયરની ટીમે દબાયેલા ચાર લોકોને બચાવવા માટે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. જે દરમિયાન એક શ્રમિકનું મોત નિપજ્યું હોવાની વાત સામે આવી છે.ત્રણ શ્રમિકોને સારવાર માટે નવી સિવિલ ખાતે લઇ જવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પ્લોટ હોલ્ડરને પહેલાથી જ નોટિસ આપવામાં આવી હતી કે, ચોમાસા દરમિયાન કામ કરો તો તકેદારી રાખવી. પરંતુ અહીં બેજવાબદારી સામે આવી છે. હાલ આ મામલે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ શક્યતા છે.

બીજી બાજુ, જૂનાગઢમાં પણ આવી જ એક ઘટના બની છે. જૂનાગઢના વંથલીમાં શાળાની છત ધરાશાયી થઇ છે. વંથલીની કન્યા વિદ્યાલયમાં છત ધરાશાયી થઇ છે. છત ધરાશાયી થતાં ૪ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. શાળાની નળીયાની છત ધરાશાયી થઇ છે. જેના પગલે વિદ્યાર્થીઓને માથા અને શરીરના ભાગે ઇજાઓ પહોંચી છે. જ્યારે ઘાયલ બાળકોને હોસ્પિટલ ખસેડાયા છે.