ખેડા, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે આજે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને કાર વચ્ચેની ટક્કરમાં બે મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. તો ૧૦ જેટલા મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતા જ એક્સાથે પાંચ એમ્બ્યુલન્સ દોડતી થઈ હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસરા, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે અકસ્માત સર્જાયો હતો. કાર અને એસટી બસ વચ્ચે ટકરાવ થયો હતો. કાર અચાનક રોંગ સાઈડ પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ બેકાબૂ બની હતી. જેમાં બે વ્યક્તિઓમાં ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો દસ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા છે. આ ઈજાગ્રસ્તોમાં બે મુસાફરોની હાલત એકદમ ગંભીર છે. અકસ્માતની જાણ થતાં જ નડિયાદ, આણંદ, ઉત્તરસંડાની પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદ સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.