ગોધરા,
ફાગણી પૂનમ ના દિવસે મનાવાય રહેલી હોળી અડગ શ્રદ્ધા ભક્તિ, વિશ્ર્વાસ અને આશુરી શક્તિ પર દૈવી શક્તિ ના વિજય તરીકે આ રંગોત્સવ સમગ્ર ગુજરાત અને દેશ ના વિવિધ વિસ્તારોમાં ખુબ જ હર્ષોલ્લાશ સાથે મનાવવામાં આવે છે પરંતુ પંચમહાલમાં આ હોળીનો અલગ જ રંગ જોવા મળ્યો. ગોધરાકાંડ બાદ વિશ્ર્વમાં કુખ્યાત બનેલ ગોધરામાં ભાઈચારા અને કોમી એકતાના માહોલમાં હોળી પ્રગટતી જોવા મળી.
ગોધરાનું નામ આવે એટલે પૂર્વગ્રહિત માનસિકતા ના વમળોમાં ગોધરાનો લોહિયાળ ઇતિહાસ નજર સમક્ષ તરી આવે અને એ સ્વાભાવિક પણ છે. પરંતુ છેલ્લા કેટલાક સમય થી સ્થાનિક નગરજનોના સ્વ પ્રયાસે અહીં ની વ્યાખ્યા બદલાયેલી જોવા મળે છે અહીં હવે હિન્દુ મુસ્લિમ નું નામ આવતા વિરોધ અને ઘર્ષણ નહિ પરંતુ સામુહિક ભાઈચારાના અને કોમી એકતા ના દર્શન થાય છે અને આવો જ નજારો જયારે આ હોળી પર્વ એટલે કે રંગોત્સવમાં જોવા મળે ત્યારે સમગ્ર માહોલ કોમી એકતા ના રંગે રંગાયેલો જોવા મળે છે.
છેલ્લા કેટલાક સમય થી ગોધરા ના પટેલવાળા વિસ્તાર કે મુસ્લિમ બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે ત્યાં હિન્દુ મુસ્લિમ એક સાથે ભેગા મળી ને હોળી પર્વ મનાવે છે. અહીં બન્ને કોમના નગરજનો મોટી સંખ્યા માં હોળી પર્વને ભાઈચારા અને કોમીએકતા રંગે મનાવવા માટે એકઠા થાય છે ગોધરાના પટેલવાળા વિસ્તારમાં પ્રગટતી હોળી ના દર્શન કરવા મોટી સંખ્યા માં નગરજનો પણ ઉમટે છે.
આજરોજ પણ નિયત શુભ મુહૂર્તમાં કોમીએકતાની ઝાંખી કરાવતી ગોધરાના પટેલવાળા વિસ્તારની હોળી પ્રગટાવવામાં આવી અને હિંદુ મુસ્લિમ એકતાનું પ્રતીક મનાતી આ હોળીમાં એકઠા થયેલબંનેવ કોમના નગરજની એ એક બીજા ને હોળી પર્વે ખાસ વહેંચતા ધાણી ચણા અને ખજૂર એકબીજા ને ખવડાવી આ હોળી ના રંગોત્સવ ને મનાવ્યો હતો.
જવાહર ત્રિવેદી, સ્થાનિક
ગોધરા શહેરમાં આ હોળી ૨૦૦ વર્ષ પહેલાથી પ્રગટાવવામાં આવે છે અને અમારામાં રહેલા દુર્ગુણો ને અમે હોળી પ્રગટાવી તેમાં નાશ કરીએ છીએ અને આ હોળી ના દર્શન માટે હિંદુ મુસ્લિમ તમામ ભાઈ બહેનો આવે છે અને કોમી એકતાનું એક ઉદાહરણ પણ પૂરું પડીએ છીએ.