મોરવા(હ)ના ડાંગરીયા ગામે બોડીવલી ચોકડી પાસે ઈકો ગાડીએ બાઈકને ટકકર મારતાં બાઈક ચાલકનું મોત

મોરવા(હ), મોરવા(હ)ના ડાંગરીયા ગામે બોડીવલી ચોકડી પાસે ઈકો ગાડીના ચાલકે બાઈકને ટકકર મારી બાઈક ચાલકનું મોત નિપજાવી તેમજ પાછળ બેઠલ મહિલાને ઈજાઓ પહોેંચાડી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના ડાંંગરીયા ગામે બોડીવલી સ્ટેશન પાસે રોડ ઉપરથી પસાર થતી ઈકો ગાડી નં. જીજે.20.એએચ.9571ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક નં. જીજે.17.એએલ.8470ને સામેથી ટકકર મારી બાઇક ઉપર બેઠેલ ભારતભાઈ નરવતભાઈ તડવી ઉ.વ.25 (રહે. શનિયાડા, ધોધંબા) ગંભીર ઈજાઓ પહોૈંચાડી ધટના સ્થળે મોત નિપજાવ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ સુરજબેન ભારતભાઈ તડવીને હાથે પગે અને શરીરે ઈજાઓ પહોંચાડી ઈકો ગાડી મુકી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.