વેજલપુર સોની પંંચની વાડી ખાતે અખિલ ભારતીય દરજી મહાસભા સંમેલ યોજયું

વેજલપુર, તા.09.07.2023 ને રવિવાર નારોજ કાલોલ તાલુકાના વેજલપુર મુકામે સોની પંચની વાડીમાં અખિલ ભારતીય દરજી મહાસભા, ગુજરાત પ્રદેશના પંચમહાલ જીલ્લા કારોબારી સમિતિ દ્વારા મધ્ય ગુજરાત કાર્યકર્તાનું સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય દરજી મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ અને ગુજરાતના પ્રભારી હેમંતભાઈ ટેલર (નવસારી) ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઘનશ્યામભાઈ દરજી (કાલોલ) સહિત પ્રદેશ મહામંત્રી પરેશભાઈ ચૌહાણ(ગોધરા), પ્રદેશ સલાહકાર પી.કે. રાઠોડ (ગોધરા), પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરાંગભાઈ દરજી, પ્રદેશ કોષાધ્યક્ષ પ્રકાશભાઇ દરજી, આંતરિક ઓડિટર સતીષભાઈ ટેલર ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં મધ્ય ગુજરાતના તમામ જીલ્લાના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને આણંદ એમ 3 જીલ્લાની કારોબારી જાહેર કરી હતી અને ત્રણેય જીલ્લાના પ્રભારી અને પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું અને દરજી સમાજના તમામ ગોડવાળાને એક કરી ફક્ત દરજી તરીકેની એકતા અને સંગઠન મજબૂત કરવા ઉપર અને વધુમાં વધુ આ રાષ્ટ્રીય સંગઠનમાં દરજી ભાઈઓ-બહેનો જોડાય તેવી મંચસ્થ મહાનુભાવોએ વીનંતી કરી હતી અને આવનારા ભવિષ્યમાં 6000 જેટલા કાર્યકર્તા ગુજરાતભર માંથી જોડીને આ રાષ્ટ્રીય સંગઠન ને મજબૂત બનાવવા કટીબધ્ધતા બતાવી હતી. સમાજની દીકરી દીપુબેન વૈભવ કુમાર દરજી દ્વારા ખુબ જ સફળતાપૂર્વક સભા સંચાલનની જવાબદારી નિભાવી હતી.