બાલાસીનોરના જેઠોલી ગામના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની દિવાલ ધરાશાહી થઈ

બાલાસીનોર, બાલાસીનોર તાલુકાના જેઠોલી ગામ આવેલ સરકારી હેલ્થ એન્ડ વેલનેશની દિવાલ વરસાદના કારણે ધારાશાહી થવા પામી. દિવાલ પડવાની કોઈ જાનહાનિ થવા પામી નથી.

બાલાસીનોર પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ભારે વરસાદ પડયો હતો. વરસાદના કારણે બાલાસીનોરની જેઠોલી ગામ આવેલ સરકારી હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરની દિવાલ ધરાશાહી થઈ હતી. સરકારી બિલ્ડીંંગની દિવાલ પડતા તંત્ર સાબદુ થયુંં છે. દિવાલ પડવાથી કોઈ જાનહાનિનો બનાવ બનવા પામ્યો નથી પરંતુ મહિસાગર જીલ્લાને હવામાન વિભાગે ઓરેન્જ ઝોન જાહેર કર્યું છે. જેને લઈ તંત્ર દ્વારા વરસાદની સ્થિતી ઉપર નજર રાખી ચુકયા છે.