ઘોઘંબાના ખાનપાટલા ગામની આંગણવાડી અન્ય સ્થળે લઈ જતા ગ્રામજનોમાં રોષ

ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામમાં વચલા ફળિયામાં આવેલી આંગણવાડી જુની અને જર્જરિત થઈ ગયેલ હોવાથી તોડીને નવી બનાવવા ગામલોકો દ્વારા માંગણી કરવામાં આવી છે. આ આંગણવાડીમાં 60 જેટલા બાળકો ભણી રહ્યા છે. ત્યારે ખાનપાટલા પંચાયત પાસે નિશાળમાં જગ્યા હોવા છતાં પણ જુની આંગણવાડી કે જે વચલા ફળિયામાં આવેલી છે. ત્યાં બનાવવાની બદલે સરપંચ દ્વારા જંગલ વિસ્તાર એવા ડુંગર ફળિયામાં બનાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સરપંચ દ્વારા જુની આંગણવાડીની જગ્યા ઉપર શુ કરવા માંગે છે તે કંઈ જાણી શકાયુ નથી. જેેને લઈ ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંગે ઘોઘંબા ટી.ડી.ઓ.ને લેખિતમાં જાણ કરવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ હાજર ન હોવાના કારણે અરજી અને આવેદનપત્ર લઈને પરત ફર્યા હતા.