’સીતા રામ’ પછી મૃણાલે પોતાની ફીમાં વધારો કર્યો?

મુંબઇ, મૃણાલ ઠાકુર બોલિવૂડ તેમજ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ફેમસ ચહેરો છે. અત્યાર સુધી તેણે પોતાની ઘણી ફિલ્મોથી લોકોના દિલ જીતી લીધા છે. હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ’લસ્ટ સ્ટોરીઝ ૨’માં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. દરમિયાન, સમાચાર છે કે અભિનેત્રીએ ફિલ્મ માટે તેની ફી વધારી દીધી છે.

રિપોર્ટ્સ અનુસાર, સીતા રામની સફળતા બાદ અભિનેત્રીએ પોતાનું મહેનતાણું વધારવાનો નિર્ણય કર્યો છે. અહેવાલો અનુસાર, મૃણાલ ઠાકુર દરેક ફિલ્મ માટે ૨ કરોડ રૂપિયાની માંગ કરી રહી છે, જે તેના અગાઉના મહેનતાણા કરતા ૧૩૫ ટકા વધુ છે. કેટલાક અહેવાલોમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે મૃણાલને ’સીથા રામમ’માં તેના રોલ માટે ૮૫ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેની સફળતાને ધ્યાનમાં રાખીને, તેણે તેની ફી વધારી દીધી છે.

જણાવી દઈએ કે મૃણાલે બોલિવૂડમાં ’લવ સોનિયા’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ’સુપર ૩૦’, ’બાટલા હાઉસ’ અને ’જર્સી’ જેવી ઘણી મોટી બોલિવૂડ ફિલ્મોનો ભાગ હતી. તાજેતરમાં જ, તેણીએ ફિલ્મ ’લસ્ટ સ્ટોરીઝ ૨’માં તેની ભૂમિકા માટે ધ્યાન ખેંચ્યું હતું. તેણીની લોકપ્રિયતા બોલિવૂડ તેમજ દક્ષિણમાં જબરદસ્ત રીતે વધી છે, જેના કારણે તેણીને ટોલીવુડ અભિનેતા નાનીની ૩૦મી ફિલ્મમાં મુખ્ય મહિલા ભૂમિકા ભજવવા માટે તૈયાર કરવામાં આવી છે. વધુમાં, મૃણાલને વિજય દેવેરાકોંડાની આગામી ફિલ્મ માટે મુખ્ય મહિલા તરીકે સામેલ કરવામાં આવી છે.