જમીન વિવાદમાં મોટાભાઈએ તેના નાનાભાઈની હત્યા કરી

લખનૌ, યુપીના જાલૌનમાં પૈસાની વહેંચણીને લઈને મોટા ભાઈએ તેના નાના ભાઈને ગોળી મારીને હત્યા કરી હતી. આ ગુનાને અંજામ આપનાર મોટાભાઈની પોલીસે એન્કાઉન્ટર દરમિયાન ધરપકડ કરી હતી. સાથે જ તેના સામે કાર્યવાહી કરતાં જેલ હવાલે કર્યો છે. આ સમગ્ર મામલો સિરસા કાલાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ રાનિયાનો છે.

સત્યનારાયણ પાઠકનો મોટો દીકરો શ્યામજી પાઠક અને નાનો દીકરો ગૌરવ વચ્ચે પિતાના પૈસા બાબતે વિવાદ થયો હતો, જેમાં મોટા ભાઈએ પોતાનાં નાના ભાઈની પિતાની સામે પેટમાં ગોળી મારી દીધી હતી.લોહીલુહાણ હાલતમાં પિતા સત્યનારાયણ પોતાનાં દીકરાને સારવાર માટે જાલૌન સામુદાયિક સ્વાસ્થ્ય કેંદ્રમાં લઈને પહોંચ્યાં હતાં, જ્યાં હાલત ગંભીર હોવાના કારણે તેને મેડીકલ કોલેજ ઉરઈમાં રિફર કરવામા આવ્યા હતો, જ્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યો હતો.

આ ઘટનાં બાબતે મૃતકનાં પિતા સત્યનારાયણ પાઠકે જણાવ્યું કે તેનો મોટો દીકરો શ્યામજી ઉરઈમાં રહીને લહારિયાપુરવામાં પોતાનું મકાન બનાવી રહ્યો હતો, જેના માટે તે પૈસા માટે પોતાનાં ગામે આવ્યો હતો.

ઘરમાં પૈસા ના હોવાના કારણે તેણે જાલૌન જવા કહ્યું. એ દરમીયાન નાનો દીકરો ગૌરવ આવી ગયો જેને જોઈને શ્યામજી ગુસ્સે થયો અને તેણે ગૌરવને પેટમાં ગોળી મારી દીધી હતી, જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.