અનુષ્કા શર્મા લંડનના રસ્તાઓ પર મસ્તી કરતી જોવા મળી:પતિ વિરાટ કોહલી બન્યો ફોટોગ્રાફર, દીકરી વામિકા પણ સાથે દેખાઈ

લંડન, અનુષ્કા શર્મા તાજેતરમાં તેના પતિ-ક્રિકેટર વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે લંડનમાં રજાઓ માણી રહી હતી. અભિનેત્રીએ તેના વેકેશન દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે લંડનના રસ્તા પર મસ્તી કરતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં અનુષ્કા વિરાટ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે, અને ક્યારેક ફોટો પડાવતી જોવા મળી રહી છે. અભિનેત્રીને લંડનની શેરીઓમાં કોફીના કપ સાથે ફરતી જોઈ શકાય છે. તેણે મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. લુકની વાત કરીએ તો અનુષ્કાએ તમામ ડેનિમ લુક કેરી કર્યા છે. જ્યારે, વિરાટ બ્લેક ડેનિમ જેકેટ અને સફેદ પેન્ટમાં જોવા મળ્યો હતો. તે વામિકાને સ્ટ્રોલરમાં લઈ જતા પણ જોઈ શકાય છે.

અનુષ્કા શર્મા ૨૦૧૮થી મોટા પડદાથી દૂર છે. હવે તે ટૂંક સમયમાં પ્રોસિત રોય દ્વારા નિર્દેશિત બાયોપિક ફિલ્મ ’ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે. આ ફિલ્મ પૂર્વ ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી છેલ્લે શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે ૨૦૧૮ની ફિલ્મ ’ઝીરો’માં જોવા મળી હતી.