રાહુલ ગાંધીએ પાના-પક્કડ હાથમાં લીધાં: બાઇક પર કાશ્મીર-લદ્દાખના પ્રવાસે જવું છે, પણ સિક્યોરિટીને કારણે શક્ય નથી,લગ્ન વિશે ગોળ-ગોળ જવાબ આપ્યો

નવીદિલ્હી, રાહુલ ગાંધી બાઇક દ્વારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની યાત્રા કરવા માંગે છે. તેમની પાસે કેટીએમ ૯૦ બાઇક છે, પરંતુ તે પડી રહી છે કારણ કે સુરક્ષાજવાનો તેમને તે બાઇક ચલાવવા દેતા નથી. રાહુલે ૨૭ જૂને દિલ્હીના કરોલ બાગમાં બાઇક મિકેનિકને આ વાત કહી હતી. રાહુલે આ વાતચીતનો વીડિયો રવિવારે યુટ્યૂબ પર શેર કર્યો હતો. ૧૨ મિનિટના આ વીડિયોમાં તેમની કરોલ બાગની સંપૂર્ણ મુલાકાત છે. આમાં તે મિકેનિક્સના સવાલોના જવાબ આપતા જોવા મળે છે. એક મિકેનિકે તેમને પૂછ્યું – તમે ક્યારે લગ્ન કરી રહ્યાં છો? તો રાહુલે હસીને કહ્યું, જોઈએ છીએ…

આ પછી રાહુલ ગાંધી બુલેટ એસેસરીઝની દુકાનમાં ગયા હતા. ત્યાં તેણે લગભગ ૪૦ મિનિટ વિતાવી. રાહુલ ગાંધીએ ચા બિસ્કિટનો ઓર્ડર આપ્યો. આર્મી પેઇન્ટ અને બુલેટ વિશે માહિતી લીધી. સાથે જ દુકાનના મિકેનિક વિકીને પૂછ્યું કે તમારા લગ્ન થઈ ગયા છે? તો વિકીએ કહ્યું કે તમે લગ્ન કરી લેશો, પછી કરી લઈશ. રાહુલે અહીં વાહનની સર્વિસ વિશે પૂછપરછ કરી હતી.

રાહુલે બાઇકની સર્વિસ પણ કરી. આ પછી મિકેનિક સાથે વાત કરતા કહ્યું કે જે મિકેનિક નથી, જે વાહનની સર્વિસ કરતો નથી તેને ખબર નથી કે વાહનને ઠીક કરવામાં શું લાગે છે. હું માત્ર સમજવા માંગતો હતો કે તે કેટલું મુશ્કેલ છે. આ સાથે કોંગ્રેસ નેતાએ કહ્યું કે તમારા વિના ચાલી શકે નહીં.

રાહુલે બાદમાં એક ટ્વિટ કર્યું હતું. તેમાં લખ્યું હતું  ભારત જોડોનો નવો પડાવ, કરોલ બાગની શેરીઓ. જ્યાં બાઈર્ક્સ માર્કેટમાં ઉમેદ શાહ, વિકી સેન અને મનોજ પાસવાન સાથે બાઇકની સવસ કરાવી અને મિકેનિકના કામની ઊંડાણપૂર્વકની સમજ મેળવી.ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગને મજબૂત કરવા માટે, ભારતના મિકેનિક્સને સશક્ત બનાવવાની જરૂર છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગના એક ગેરેજમાં પહોંચ્યા અને ત્યાંના મિકેનિક્સ સાથે કામ કર્યું. રાહુલે મંગળવારે રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ૬ ફોટા પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. એક ફોટોમાં રાહુલના હાથમાં ટુ વ્હીલરનો એક પાર્ટ દેખાય છે. તેમની સામે એક બાઇક ખુલ્લું છે. કેટલાક લોકો સાથે બેઠેલા જોવા મળે છે. અન્ય એક ફોટોમાં રાહુલ સ્ક્રૂ ડ્રાઈવર સાથે બાઇકના સ્ક્રૂને ફિટ કરતા જોવા મળે છે. અને એક ફોટોમાં તે ગેરેજ વર્કર પાસેથી મશીન વિશે માહિતી લઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ ખેતરોમાં ટ્રેક્ટર ચલાવ્યું; દિલ્હીથી સિમલા જતી વખતે સોનીપતના મદીના ગામમાં રોકાયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે સવારે અચાનક હરિયાણાના સોનીપતમાં રોકાઈ ગયા. અહીં તેમણે ખેડૂતો સાથે ખેતરોમાં ડાંગરનું વાવેતર કર્યું હતું. તેમણે ટ્રેક્ટર ચલાવીને ખેતર પણ ખેડ્યું હતું.

દિલ્હી યુનિવર્સિટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો છે. યુનિવર્સિટીએ કહ્યું કે મુલાકાત પરવાનગી વિના કરવામાં આવી હતી. ડીયુ પ્રોક્ટર રજની અબ્બીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલના આવવાથી વિદ્યાર્થીઓને સમસ્યા થઈ અને તેઓને ભોજન પણ ન મળી શક્યું.