સંતરામપુર તાલુકા પંચાયતની નવી બિલ્ડીંગમાં લોકાર્પણ પહેલા પાણી ભરાયું

સંતરામપુર, પ્રથમ વરસાદમાં જ સંતરામપુર તાલુકા પંચાયતની નવી બનાવેલું બિલ્ડિંગમાં જ પાણી ભરાયું. બિલ્ડીંગ કચેરી શરૂ કરતાં પહેલાં જ બિલ્ડીંગની અંદર જ પાણી ભરાતા નિકાલ જ નહીં. સંતરામપુરમાં સવારથી સતત વરસાદ પડવાના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા જ્યારે સંતરામપુર તાલુકા પંચાયત કચેરીમાં કરોડ રૂપિયા ખર્ચો કરીને નવું બિલ્ડીંગ બનાવવામાં આવેલું હતું. બિલ્ડીંગના શરૂ થતા પહેલા જ બિલ્ડીંગની આગળ જ પાણીનું તળાવ જોવા મળી આવ્યું. કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં તેની પોલ બહાર આવી બિલ્ડીંગ બનાવ્યું પરંતુ પાણીનો નિકાલ માટે કોઈ રસ્તો જ નથી કરેલો. આ જ રીતે સંતરામપુર જૂની એફસીઆઇ ગોડાઉનમાં પાણી ભરાઈ જતા મોટાભાગના અનાજને નુકશાન થવા પામ્યું છે. ગોડાઉનની અંદર પ્રથમ વરસાદમાં પાણી ભરાઈ જતા જોવા મળી આવેલું છે.