દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના કોટા ગામે આપના નેતાઓએ નળ સે જળ યોજનાની પોલ ખોલી, યોજના કાગળ પર સીમિત

  • પ્રાથમિક સુવિધાઓ,શિક્ષણ આરોગ્ય,સેવાઓ સહિત પ્રાથમિક સુવિધાઓ આપવામાં પંચાયત તંત્ર સદંતર પાંગળુ પુરવાર થયું.
  • સંજેલી તાલુકાના કોટા ખાતે આમ આદમી પાર્ટીની તિરંગા સભા યોજાઈ.

દાહોદ, સંજેલી તાલુકાના કોટા ખાતે આમ આદમી પાર્ટીની તિરંગા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપના પ્રદેશ ,જીલ્લા, તાલુકાના હોદ્દેદારોની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ હતી. સંજેલી તાલુકાના કોટા ગામ ખાતે સરકારની યોજના હેઠળ નળ સે જળ યોજના અંતર્ગત કામગીરીનું આપના હોદ્દેદારોએ નિરીક્ષણ કર્યું હતું. જેમાં ઘણા બંધા ઘરોમાં નળની લાઇન આપવામાં આવી છે, પરંતુ આજદિન સુધી નલમાં પાણી આવ્યું નથી. તેવી બુમો ઉઠવા પામી હતી અને કોટા ગામે નલ સે જળ યોજનાના નામે મસમોટો ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આક્ષેપો આપના હોદ્દેદારો કર્યા હતા. યોગ્ય તપાસ કરી કાર્યવાહી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

સ્થાનિક મહિલાઓ સાથે સંવાદ સાધતા સ્થાનિક મહિલાઓએ કોટા ગામના સરપંચની પોલ ખોલી હતી. જેમાં પીવાના પાણીની પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણ આરોગ્ય, સેવાઓ સહિત પ્રાથમિક સુવિધાઓ આપવામાં પંચાયત તંત્ર સદંતર પાંગળુ પુરવાર થયું હતું. સ્થાનિક મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, વહેલી તકે સમસ્યાઓનું નિવારણ આવે તેવી માંગ કરી હતી.