સંજેલી કણબી ફળિયામાં ચોમાસાના પાણીના નિકાલ માટે બીજીવાર મામલતદારને આવેદનપત્ર આપ્યું

  • મામલતદાર સરપંચ અને તલાટી ટીમ ઘટના સ્થળે પહોંચતા આગેવાનો તું તું મેં કરવા લાગ્યા.

ફતેપુરા, સંજેલી કણબી ફળિયામાં રસ્તાની કામગીરી દરમિયાન વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિક લોકોના ઘર આંગણે જ વરસાદી પાણી ભરાતા રોગચાળો ફાટી નીકળવાની ભીતી પાણીનો યોગ્ય નિકાલ માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

સંજેલી નગરમાં ગોકુળગતીએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી અને રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે. ગામના જાગૃત નાગરિક દ્વારા વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની ગુણવત્તાની તપાસ કરવામાં આવતી નથી. હજુ તો રસ્તાની કામગીરી પૂર્ણ થઈ નથી અને પ્રથમ વરસાદે પૂર્વ સરપંચના ઘર આંગણેજ તંત્રની પોલ ખોલી નાખી છે. કણબી ફળિયા વિસ્તારમાં રસ્તાની કામગીરી શરૂ થતા જ ભાવનગરી હોટલ તેમજ મંદિર પાસેની રસ્તાની બંને સાઈટ બંધ કરી દેતા આ વિસ્તારના લોકોના ઘર આંગણે જ વરસાદી પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે ફળિયાના જાગૃત નાગરિકો દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરાતા મામલતદાર અને તાલુકા પંચાયત તેમજ સરપંચ અને તલાટીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં અરજદારો તેમજ સ્થાનિક આગેવાનો આમને સામને તું…તું…મે…મે…ના દ્રશ્યો સર્જાયા હતા. વરસાદી પાણીના નિકાલ માટે તો તૈયાર જ છે, પરંતુ ગટરના પાણી પસાર નહીં થવા દઈએ જ્યાં સુધી ગટરના પાણી બંધ નહીં થાય ત્યાં સુધી રસ્તાની સાઈટો ખોલવામાં નહીં આવે તેવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરતા તંત્ર દ્વારા કોઈપણ જાતનો નિર્ણય લીધા વિના જ જગ્યા છોડી અને રવાના થઈ ગયા હતા.

સંજેલી પંચાયત તંત્ર જાણે ખાડે ગયું હોય તેમ ગટરના પાણી રોડ પર વહેવા લાગ્યા છે અને જેને લઈને પ્રાથમિક શાળાના ભૂલકાઓને આ ગટરના પાણી માંથી પસાર થવું પડે છે. ગટરોની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, તેમ છતાં ગટરો બનાવવામાં આવતી નથી. હાલ પણ આ વિસ્તારમાં ગટર બનાવવામાં આવે તો તમામ પ્રશ્ર્નનો સમાધાન હલ થઈ શકે તેમ છે.