પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક મેધમહેર

ગોધરા, પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં સતત ત્રીજા દિવસ દરમિયાન અવિરત વરસાદ ચાલું રહેતા શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા. શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા રહિશો પરેશાન થયા.

પંચમહાલ જીલ્લાના મોટાભાગના તમામ તાલુકામાં સતત ત્રીજા દિવસે પણ મેધમહેર યથાવત રહી છે. ગોધરા શહેરમાં દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. સતત ત્રીજા દિવસે પણ મેધમહેર ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સાથે સતત ત્રીજાલન દિવસના વરસાદને લઈ ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાય જતાં સ્થાનિક રહિશો પરેશાન થયા હતા. સાથે ગોધરાની જીલ્લા પંચાયત કચેરી, સીવીલ હોસ્પિટલ, કલેકટર કચેરી, બસ સ્ટેન્ડ વિસ્તારોમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવ જળ ભરાયના દ્દશ્યો સર્જાયા હતા. જીલ્લામાં વરસતા વરસાદ વચ્ચે પણ ધરતીપુત્રો ખેતી કામમાં જોતરાયેલ જોવા મળ્યા હતા. દિવસ દરમિયાન સતત ધીમીધારે વરસાદ ચાલુ રહેતા છત્રી અને રેઈન કોટનો સહારો લઈને બજારોમાં લોકો નિકળ્યા હતા. જીલ્લામાં હજી પણ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. તે જોતાં તંત્ર દ્વારા પણ વરસાદની સ્થિતી ઉપર નજર રાખી રહ્યું છે.

બોકસ: પંચમહાલ જીલ્લામાં 10 થી 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદી આંકડા….

કાલોલ – 10 મી.મી.

ગોધરા – 11 મી.મી.

ધોધંબા – 12 મી.મી.

જાંબુધોડા – 51 મી.મી.

મોરવા(હ) – 00

શહેરા – 00

હાલોલ – 40 મી.મી.