વેજલપુર પટેલ ફળીયામાં તમલીનાડુ પ્રિમીયમ લીગ ક્રિકેટના ટી-20 મેચની લાઈવ એપ્લીકેશન ઉપર સટ્ટો રમાડી 35 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યો

કાલોલ,કાલોલ તાલુકાના પટેલ ફળીયામાં તમલીનાડુ પ્રિમીયમ લીગ ક્રિકેટ જંગના મોબાઈલ ક્રિકેટ લાઈવ એપ્લીકેશન દ્વારા મેચ ઉપર પૈસાની શરત મારી આ શરતો ગોધરાના સટ્ટોડિયાને મોબાઈલ ઉપર જુગાર રમી 35,350/-રૂપીયાના મુદ્દામાલ પકડાઈ જઈ ગુન્હો કર્યાની ફરિયાદ નોધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતા કમલેશભાઈ ઉર્ફે કેશવભાઈ પટેલ આર્થિક લાભ મેળવવા માટે હાલમાં ચાલતી તલીમનાડુ પ્રિમીયમ લીગ ક્રિકેટ ચાલતી હોય ક્રિકેટ જંંગના મોબાઈલ ક્રિકેટ લાઈવ ગુરૂ એપ્લીકેશનમાં નલ્લઈ અને મધુરાઈ વચ્ચે રમાતી ટી-20 મેચ પોતાના મોબાઈલ ફોન દ્વારા ધરની બહાર બેસી લાઈવ ક્રિકેટના સ્કોર જોઈ જુદા-જુદા ગ્રાહકોના કોડ નામ દ્વારા મેચ ઉપર પૈસાની શરતો મારી આ શરતો ગોધરાના ચેતન ઉર્ફે પપ્પી લક્ષ્મણદાસ શ્યામનાણીના મોબાઈલ ઉપર શરતો મારી જુગાર રમી રમાડતા ઈસમ કમલેશ ઉર્ફે મહેશ કેશવભાઈ પટેલને ક્રિકેટ જુગારના સાધનો કિંમત 35,350/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો.