દાહોદના પાણી મૂદ્દે કેબિનેટ મંત્રીની ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક પૂર્ણ

  • કડાણા જળાશય આધારિત પાઇપલાઇનમાં નવી એજન્સીની નિમુણક તેમજ પંપીંગ સ્ટેશનો નવીન મોટર ગોઠવવા તાકીદ કરાઈ.
  • મધ્ય ગુજરાત વીજ કંપનીને એક્સપ્રેસ લાઈનમાં પડેલી ખામીઓને દૂર કરી આગામી સમયમાં વિજ પુરવઠો ન ખોરવાય તે અંગે તાકીદ કરાઈ.
  • પાટાડુંગરી જળાશયમાંથી દાહોદ સુધી નવી પાઇપલાઇન નાખવા અમૃત -2 યોજના અંતર્ગત મંજૂરી મળી.
  • વરસાદ ખેચાતા કડાણા જળાશયમાં ફૂટવાલ દેખાયા: પાણીનો વ્યય અટકાવી કરકસર કરવા તંત્રની અપીલ.

દાહોદ, દાહોદમાં કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇનમાં ગુજરાતી ખામી જરૂરિયાતો તેમજ વહીવટને લઇ ઉચ્ચકક્ષાએ થયેલી રજૂઆતોના સંદર્ભમાં આજરોજ ગાંધીનગર મુકામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જ ેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, ચીફ ઓફિસર યશવંત યશપાલસિંહ વાઘેલા, દાહોદ નગરપાલિકાના અને સુધરાઇ સભ્યો, મધ્ય ગુજરાત વીજ કંપનીના એન્જિનિયરો તેમજ પાટાડુંગરી તથા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓના અંતે પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ દાહોદવાસીઓને પાણી મુદ્દે પડતી અગવડતા, હિતો તેમજ સુખાકારીને ગંભીરતાથી લઈ કેટલાક નિર્ણયો લીધા હતા. જેમાં કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇનમાં મેન્ટેનન્સ કરનાર ધરતી એજન્સીને તાત્કાલિક ધોરણે કાઢી મૂકી તેમની જગ્યાએ અન્ય એજન્સીની નિમણૂંક કરવા, ભાણા સીમલ,આફવા તેમજ કુંડા પંપીગ સ્ટેશન ઉપર જૂની અને ભંગાર થઈ ગયેલી મોટરોને કાઢી તેમની જગ્યાએ તાત્કાલિક ટેન્ડરો બહાર પાડી ખૂબ જ ઝડપથી ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી અત્યાધુનિક નવીન મોટરો ફીટ કરવા, તેમજ પાણીની પાઇપલાઇનમાં અવાર નવાર લાઈટોનો પ્રોબ્લેમ થતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મધ્ય ગુજરાત વીજ કંપનીનો ઉઘડો લીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે, સરકાર તમને એક્સપ્રેસ વે લાઇનના પૈસા ચૂકવે છે. તો પછી અવારનવાર વીજ સપ્લાયનો પ્રોબ્લેમ કેમ આવે છે. તાત્કાલિક ધોરણે માણસોની નિમણૂંક કરી એક્સપ્રેસ લાઈનમાં જે પણ થતી હોય તે દૂર કરી બધાની સમયમાં લાઈટના મુદ્દે કોઈપણ પ્રકારની ફરિયાદ ન આવે તે માટે મધ્ય ગુજરાત વીજ કંપનીને તાકીદ કરી હતી. તે સંદર્ભમાં વીજ કંપનીએ પણ હવે કોઈ ફરિયાદ ન આવે તે માટે સહમતી દર્શાવી હતી. તો તરફ પાટાડુંગરી જળાશયમાં પૂરતો પાણી છે, પરંતુ પાટાડુંગરી જળાશય માંથી દાહોદ આવતી લાઈન જૂની અને ભંગાર કન્ડિશનમાં થઈ ગઈ છે. હાલમાં પાટાડુંગરી જળાશય માંથી 8 એમએલડી પાણી આવે છે. પરંતુ આ પાઇપલાઇન માંથી 8 એમએલડી કરતાં વધુ પાણી સપ્લાય કરવામાં આવે તો પાણીના ફોર્સના કારણે જૂની થયેલી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાવાની આશંકાઓ સેવાઈ રહી છે. જેના પગલે કેબિનેટ મંત્રીએ સંબંધિત વિભાગોને અમૃત -2 યોજનામાં પાટાડુંગરી થી દાહોદ નવી પાઇપલાઇન નાખવા માટે નો પ્રોજેક્ટ તૈયાર કરી નવી પાઇપલાઇન નાખવા માટે મંજૂરી આપી છે. તો બીજી તરફ તાજેતરમાં વરસાદ ખેંચાયો છે. કડાણા જળાશયમાં પણ પાણીની આવક ઓછી થતા ફૂટવાલ દેખાવા લાગ્યા છે. જેના પગલે કડાણા જળાશય થી પાણી સપ્લાય કરવામાં સમસ્યા ઊભી થઈ છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાત્કાલિક અસરથી કડાણા જળાશય પર ગોઠવવામાં આવેલ ફૂટવેલ નીચે કરવાની કામગીરી માં જોડાયા છે. તો દાહોદ નગરવાસીઓને પણ ખોટી રીતે પાણીનો વ્યય કરવાની જગ્યાએ પાણીનો બચાવ કરી કરકસર કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ચોમાસુ ભરપુર રહેશે તો પાણી અંગે કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી નહીં થાય. આજની આ બેઠકમાં દાહોદ નગર વાસીઓને પાણી મુદ્દે પડતી હાલાકી માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સંબંધિત વિભાગોને તાકીદ કરી ઝડપથી કામગીરી પૂર્ણ કરી દાહોદ વાસીઓને પાણી મુદ્દે પડતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે હકારાત્મક અભિગમ અપનાવી નિર્દેશ આપ્યા છે. પરંતુ આ બધું ગોઠવવામાં સમય લાગશે. એટલે આગામી દિવસોમાં જ્યાં સુધી કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇનમાં નવી એજન્સીની નિમણૂક નવીન મોટરો ફીટ કરવા, તેમજ એક્સપ્રેસ લાઈનોમાં પડેલી ખામી દૂર કરવામાં ચોક્કસ સમય લાગશે પરંતુ આવનારા સમયમાં દાહોદવાસીઓને કડાણા જળાશય આધારિત પાણીની પાઇપલાઇનમાં પડી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે તેમ પણ હાલના તબક્કે લાગી રહ્યું છે.