હનુમાન ફિલ્મ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મુંબઇ, ફિલ્મ ’હનુમાન’નો ક્રેઝ દર્શકોના માથા પર છે. આ ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફેન્સ માટે સારા સમાચાર છે. ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. તેલુગુ દિગ્દર્શક પ્રશાંત વર્માએ સમગ્ર ભારતની ફિલ્મ ’હનુમાન’નું પોસ્ટર શેર કરીને નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે સંક્રાંતિના અવસર પર ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ ’હનુમાન’ની જાહેરાત વર્ષ ૨૦૨૧માં કરવામાં આવી હતી. બે વર્ષ પછી પણ આ ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મના નિર્દેશકે ટ્વિટર પર ’હનુમાન’નું પોસ્ટર શેર કર્યું છે. કેપ્શનમાં તેણે લખ્યું, ’મેં મારા જીવનના ૨ વર્ષ આ ફિલ્મ પર વિતાવ્યા છે અને તમને શ્રેષ્ઠ આપવા માટે હજુ ૬ મહિના પસાર કરવા માટે તૈયાર છું. આ ફિલ્મ આવતા વર્ષે સંક્રાંતિ પર રિલીઝ થશે.

તમને જણાવી દઈએ કે, ’હનુમાન’નું ટીઝર ગયા વર્ષે નવેમ્બરમાં રિલીઝ થયું હતું, જેને જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. અગાઉ, પ્રશાંતે માહિતી આપી હતી કે ફિલ્મનું કામ ચાલી રહ્યું છે, જે જૂનના અંત સુધીમાં પૂર્ણ થશે અને જુલાઈમાં રિલીઝની તારીખ જાહેર કરવામાં આવશે. આખરે, ફિલ્મની રિલીઝ ડેટ શનિવાર, ૧ જુલાઈના રોજ જાહેર કરવામાં આવી.

જણાવી દઈએ કે ફિલ્મ ’હનુમાન’માં તેજા સજ્જા, અમૃતા ઐયર, વરલક્ષ્મી સરથકુમાર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય રાજ ??દીપલ શેટ્ટી, વિનય રાય, સત્યા જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. તેનું નિર્માણ નિરંજન રેડ્ડી કરી રહ્યા છે. આ ફિલ્મના ટીઝરે ધૂમ મચાવી દીધી હતી. ફેન્સ હવે તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.