- પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૨૩ કેસ નોંધાયા.
- ૧૨ દર્દીને રજા અપાઈ.
- જિલ્લામાં કુલ સક્રિય કેસોનો આંક ૧૫૫ એ પહોંચ્યો.
- ગોધરા શહેર-૧૬,ગોધરા ગ્રામ્ય-૦૨,કાલોલ-૦૩, હાલોલ-૦૧,શહેરા-૦૧.
ગોધરા,
પંચમહાલ જિલ્લામાં સોમવાર ના રોજ કોરોનાના નવા ૨૩ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસોની સંખ્યા ૪૨૬૬ થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૧૫૫ થઈ છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.
શહેરી વિસ્તારોમાં આજે મળી આવેલા કેસો પૈકી ગોધરા શહેરમાંથી ૧૬, કાલોલમાંથી ૦૩, અને હાલોલમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૩૧૭૭ થવા પામી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગોધરામાંથી ૦૨ અને શહેરામાંથી ૦૧ કેસ મળતા અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૦૮૯ કેસો મળી આવ્યા છે. આજે કુલ ૧૨ દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ સાથે રજા મેળવનારા કુલ વ્યક્તિઓની સંખ્યા ૩૯૬૮ થવા પામી છે. જિલ્લામાંથી અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસોની સંખ્યા ૪૨૬૬ થવા પામી છે.
ત્યારે પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કોરોના કેસોની સંખ્યામાં ધરખમ વધારો નોંધતા માત્ર જિલ્લાના ગોધરા શહેર અને તાલુકામાં જ આજે ૧૮ કેસ નોંધાતા ગોધરા વાસીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. ત્યારે પરિસ્થિતિ હજી પણ વણસી શકવાની પુરેપરી સંભાવના રહેલી હોય માટે સૌ કોઈએ સોશિઅલ ડિસ્ટન્સ નું પાલન,માસ્ક અને સેનેટાઇઝરનો મહત્તમ ઉપયોગ થકી સાવધાની કેળવવી જ પડશે.