દાહોદ તાલુકાના વાંદરીયા ગામેથીથી જાહેરમાં જુગાર રમતાં ૦૩ જુગારીઓને પોલીસે ઝડપીયા.

દાહોદ તાલુકાના વાંદરીયા ગામેથીથી જાહેરમાં જુગાર રમતાં ૦૩ જુગારીઓને રૂા. ૭૪,૨૦૦ની રોકડ રકમ તેમજ ૦૩ મોબાઈલ ફોન અને ૦૨ મોટરસાઈકલ મળી કુલ રૂા. ૭૪,૨૦૦ નો મુદ્દામાલ સાથે દાહોદ તાલુકા પોલીસે જુગારીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ જુગારના આડ્ડાઓ પર રેડ પાડી આરોપીઓને પકડી પાડવાની કામગીરી સાથે સાથે પ્રોહીબીશનના ગુન્હાઓ અટકાવવા, નાસતા ફરતાં આરોપીઓ, વોન્ટેડ આરોપીઓ સહિત વિવિધ ગુન્હાઓના ભેદ ઉકેલવામાં પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ વાંદરીયા ગામે પાણીની ટાંકી પાસે ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ૦૩ જુગારીઓ જેમાં યોગેશભાઈ રમેશચંદ્ર પ્રેમજાની, કરણસિંહ અમરસિંહ ગોહીલ અને દિલીપભાઈ ઓચ્છવલાલ દરજીને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે દાવ પરથી તેમજ અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૭૪,૨૦૦ની રોકડ રકમ, ૦૩ મોબાઈલ ફોન અને ૦૨ મોટરસાઈકલ મળી કુલ રૂા. ૭૪,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.