હવે ટ્રક ડ્રાઈવરો માટે એસી કેબિન ફરજીયાત, નીતિન ગડકરીએ પ્રસ્તાવ પર મહોર લગાવી.

નવીદિલ્હી,
લાંબા અંતરની ટ્રકોની કેબિનની અંદર એર કન્ડીશનીંગની સવસ હવે ફરજિયાત કરવામાં આવી છે. આ અંગેના ડ્રાટ નોટિફિકેશનને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંજૂરી આપી દીધી છે. ગડકરીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, એન-૨ અને એન૩ કોટોગરીની ટ્રકોની કેબિનમાં હવા. એર કન્ડીશનીંગ સિસ્ટમની લગાવવી ફરજિયાત બનાવવા માટેના ડ્રાટ નોટિફિકેશનને મંજૂરી આપવામાં આવી છે.

ગડકરીએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો ઉદ્દેશ્ય ટ્રક ડ્રાઇવરોને તેમની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે આરામદાયક કામ કરવાની પરિસ્થિતિ અને લાંબી મુસાફરી માટે દરમિયાન ડ્રાઇવરોને લાગતા થાકને ઘટાડવાનો છે.ગડકરીએ એમ પણ કહ્યું હતું કે માર્ગ સલામતી સુનિશ્ર્ચિત કરવામાં ટ્રક ડ્રાઈવરો મહત્વની ભૂમિકા ભજવે છે. આ નિર્ણય ટ્રક ડ્રાઈવરો માટે આરામદાયક કામ કરવાની સ્થિતિ સર્જવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે તેમની કાર્યક્ષમતામાં સુધારો કરશે અને ડ્રાઇવરની થાકની સમસ્યાને દુરકરશે ગયા મહિને, ગડકરીએ કહ્યું હતું કે ટ્રક ડ્રાઇવરો પરિવહન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાંનું એક છે, અને તેમની કામ કરવાની પરિસ્થિતિઓ અને મનની સ્થિતિ સંબંધિત મુદ્દાઓ પર યાન આપવાની જરૂર છે.
ગડકરીએ કહ્યું હતું કે ટ્રકો માટે એરકન્ડિશન્ડ કેબિન ફરજિયાત કરવામાં આવશે. ટ્રક ડ્રાઇવરોને ભારે ગરમીની સ્થિતિમાં કામ કરવાની ફરજ પડે છે, આ બાબતે દુખ વ્યક્ત કરતા મંત્રીએ કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી ટ્રક ડ્રાઈવરો માટે એરકન્ડિશન્ડ કેબિન માટે દબાણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.એવું કહેવામાં આવ્યું હતું કે આનાથી ખર્ચમાં વધારો થશે.

નીતિન ગડકરીએ તાજેતરમાં એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ઓટોમોબાઈલ ઉદ્યોગનું ટર્નઓવર હાલના રૂ. ૭.૫ લાખ કરોડથી બમણું કરીને રૂ. ૧૫ લાખ કરોડ કરવાની આશા છે. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં એક જાહેર સભામાં બોલતા ગડકરીએ છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકારની સિદ્ધીઓ જણાવી હતી.

ગડકરીએ કહ્યું કે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનું ટર્નઓવર ૭.૫૫ લાખ કરોડ રૂપિયા છે અને આ સેક્ટરમાં સાડા ચાર કરોડ લોકોને નોકરી મળી છે. આ ઉદ્યોગ સરકારને મહત્તમ જીએસટી ચૂકવે છે. સરકારે નક્કી કર્યું છે કે આ ઉદ્યોગને ૧૫ લાખ કરોડ રૂપિયાનો બનાવાશે. તેમણે કહ્યું કે આ ઉદ્યોગ દસ કરોડ નોકરીઓનું સર્જન કરશેગડકરીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે ભારતે ઓટોમોબાઈલ ઉત્પાદનમાં જાપાનને પાછળ ધકેલી દીધું છે અને વૈશ્ર્વિક સ્તરે ચીન અને અમેરિકા બાદ ત્રીજા સ્થાને આવી ગયું છે