અમેરિકા કેમિકલ હથિયારોનો ભંડાર નષ્ટ કરશે:બજેટ કરતાં ૨૯૦૦% વધુ ૩ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા; ભારતે પણ કેમિકલ શોનો નાશ કર્યો છે.

વોશિંગ્ટન,
આજથી અમેરિકા કેમિકલ હથિયારોથી મુક્ત દેશ બની જશે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, અમેરિકાએ ૭૦ વર્ષથી કેમિકલ હથિયારોનો સંગ્રહ કર્યો હતો. તેમને નષ્ટ કરવાની પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવશે. અમેરિકાને આ ખતરનાક હથિયારોને ખતમ કરવામાં દાયકાઓ લાગ્યા છે.

ડિફેન્સ ડિપાર્ટમેન્ટને હથિયારોને નષ્ટ કરવા માટે ૩ લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડશે, જે નિયત બજેટ કરતા ૨૯૦૦% વધુ છે. બાઈડને ગયા મહિને જાહેરાત કરી હતી કે તે સપ્ટેમ્બર સુધીમાં તેના કેમિકલ હથિયારોનો નાશ કરી દેશે.
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, ૧૯૭૦ના દાયકામાં સૈન્ય એક જૂના જહાજમાં કેમિકલ હથિયારો લોડ કરીને તેને સમુદ્રમાં ડુબાડવા માંગતી હતી. જો કે, લોકોના વિરોધ બાદ આ કરવામાં આવ્યું ન હતું. આ પછી, આ કેમિકલ હથિયારોને ભઠ્ઠીમાં મૂકીને બાળી નાખવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ પણ મંજૂર થઈ શકી નથી. હાલમાં અમેરિકાએ કેમિકલ હથિયારોને નાશ કરવા માટે રોબોટિક મશીનોની મદદ લીધી છે. શેલમાં રાખવામાં આવેલા આ શોને ૧૫૦૦ ડિગ્રી ફેરનહીટ પર ખોલીને બાળી નાખવામાં આવ્યા છે.

યુએસ સેનાએ ૧૯૧૮થી લડાઇમાં ઘાતક કેમિકલ શોનો ઉપયોગ કર્યો નથી. જો કે, વિયેતનામ યુદ્ધ દરમિયાન, તેણે એજન્ટ ઓરેન્જ જેવા કેમિકલનો ઉપયોગ કર્યો હતો, જે મનુષ્ય માટે જોખમી માનવામાં આવે છે. ૧૯૮૯માં યુએસ અને સોવિયેત યુનિયન કેમિકલ શોના પોતપોતાના ભંડારનો નાશ કરવા સંમત થયા હતા. તેમનો નાશ કરવો સરળ નથી. તેમને નષ્ટ કરવાનો એકમાત્ર રસ્તો સળગાવવાનો છે, જે ઝેરી ધૂમાડો બહાર કાઢે છે. આ ધુમાડાની અસરને સંભાળવી ખૂબ મુશ્કેલ છે.
વર્ષ ૧૯૮૬માં અમેરિકાના ઉટાહ રાજ્યમાં ૫૬૦૦ ઘેટાં અચાનક મૃત્યુ પામ્યા હતા. આ જગ્યા કેમિકલ વેપન્સના ટેસ્ટ સાઇટની ખૂબ જ નજીક હતી. યુએસ કોંગ્રેસના દબાણ બાદ સેનાએ સ્વીકાર્યું કે તેઓ ફઠ નામના કેમિકલ હથિયારનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. તેમની પાસે ૮ રાજ્યોમાં કેમિકલ શોનો ભંડાર છે.

રશિયાનું કહેવું છે કે તેણે ૨૦૧૭માં જ તેના તમામ કેમિકલ હથિયારોનો નાશ કરી દીધો હતો. જોકે, યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા અને બ્રિટનને ડર હતો કે રશિયા યુક્રેન વિરુદ્ધ કેમિકલ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. રશિયાએ અગાઉ અમેરિકા પર યુક્રેનમાં કેમિકલ અને જૈવિક હથિયારો બનાવવાનો આરોપ લગાવ્યો હતો.ચીનનું કહેવું છે કે તેણે ક્યારેય કેમિકલ હથિયાર બનાવ્યા નથી. જો કે, તેની પાસે બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન જાપાની સેના દ્વારા છોડવામાં આવેલા કેમિકલ શોનો મોટો ભંડાર હતો, જે હવે નાશ પામ્યા હોવાનું કહેવાય છે. વર્ષ ૨૦૦૯માં ભારતે તેના તમામ કેમિકલ હથિયારોનો નાશ કર્યો હતો.