છકડો સાઇડમાં રાખવા મુદ્દે ૨ જૂથ બાખડ્યા : આદિપુર સાધુ વાસવાણીમાં ગાળો બોલવાની ના પાડતા મહિલા પર હુમલો; સામસામે ફરિયાદ નોંધાવી.

ભુજ,
ગાંધીધામ શહેરનાં જીઆઇડીસી ઝૂંપડા પાસે છકડો સાઈડમાં રાખવા મુદ્દે ૨ જુથ બાખડ્યા હતા. બાદ સામસામી ૨ ફરિયાદ નોંધાઈ હતી. મુળ પાટણના (હાલ ભારતનગર રહેતા) અને જીઆઇડીસી પાસે દુકાન ચલાવતા ધીરજ પબાભાઇ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, માલશી પરમાર, ફકીરા, ફકીરાનો દીકરો એક અજાણી ી અને એક અજાણ્યા પુરૂષે છકડો સાઇડમાં રાખવા મુદ્દે બુધવારે રાત્રે સાડા દશ વાગ્યાના અરસામાં લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે જણાવ્યું છે. તો સામે પક્ષ માલશી દેવજીભાઇ ૫રમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, દુકાન સામેથી છકડો સાઇડમાં લેવાનું કહેતાં ધીરજ પબાભાઇ ચૌધરીએ પાંચ અજાણ્યા ઇસમો સાથે આવી જાતિ અપમાનિત કરી લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી હોવાનું જણાવ્યું હતું. બી-ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આદિપુરનાં સાધુ વાસવાણીમાં ગાળો બોલવાની ના પાડતા મહિલા ઉપર હુમલો કરાતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. આદિપુરના વોર્ડ-૪મ્ સાધુ વાસવાણી નિવાસમાં રહેતા દક્ષાબેન જેઠાનંદ મોટવાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.૦૫/૦૭ના રોજ સાંજે બાજુમાં રહેતા ટેકચંદ ઉર્ફે ટીંકુ આનંદ શર્માએ આવીને પતિની પુછપરછ કરતાં તે ન હોવાનું જણાવ્યા બાદ થોડીવાર રહીને પાછો આવી તમારી બુવાનો છોકરો મારી બહેનની દીકરીને કેમ બરોબર રાખતો નથી કહી ગાળો બોલતાં તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ટીંકુએ ધકબુશટનો માર તેમજ મુક્કા મારી ઇજા પહોંચાડી હોવાનું તેમણે જણાવ્યું હતું. આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે.