મહીસાગર જિલ્લામાં આજે ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ ૬૧૧ પોઝીટીવ કેસ નોંધાયા


લુણાવાડા,
સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે.જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.


આજે જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની ૦૧ સ્ત્રીઓ- ૦૧ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૦૨ સ્ત્રીઓએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫૦૯ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.


જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૮ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૨૭ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૩૫ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૧૬૩૮૫ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૭૧ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.


મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૧૦ દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, ૦૮ દર્દી ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, લુણાવાડા, ૦૯ દર્દી હોમ આઇસોલેશન, ૭ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ૦૫ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ, અમદાવાદ, ૧ દર્દી ગોત્રી મેડીકલ કોલેજ વડોદરા, ૦૧ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ મોડાસા, ૧૧ દર્દી લુણાવાડા શિતલ નર્સિગ કોલેજ , ૦૬ દર્દી સંતરામપુર, ૦૧ દર્દી એસ.એમ.વી. હોસ્પિટલ ગાંધીનગર, ૦૨ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ, વડોદરા, ૦૧ દર્દી નડિયાદ સિવિલ હોસ્પિટલ, ૩ દર્દી અલ હયાત ગોધરા અને ૧ દર્દી સ્લોક હોસ્પિટલ નડિયાદ તેમજ ૦૧ દર્દી સાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.


કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૬૧ દર્દીઓ સ્ટેબલ અને ૦૪ દર્દીઓ ઓક્સિજન પર અને ૦૨ વેન્ટિલેટર પર છે.