જામનગરમાં ૪ કલાકમાં ૪ ઈંચથી વધુ વરસાદ, રસ્તા તળાવમાં ફેરવાયા

જામનગર, રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઇ ચૂકી છે. વરસાદના બીજા રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવામાં પાટણ, મહેસાણા, જૂનાગઢ બાદ હવે જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જામાનગરમાં ૪ કલાકમાં ૪ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના પગેલ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સાથે જ મનપાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી ગઇ છે. અહીં અનેક વિસ્તારોમાં રસ્તા તળાવમાં ફેરવાયા છે. જૂની જયશ્રી ટોકીઝ પાસેનાં રસ્તે ગોઠણસમા પાણી ભરાયા છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તે અનુસાર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો હતો અને કલ્યાણપુર અને દ્વારકામાં સારો એવો વરસાદ વરસ્યો છે. દ્વારકામાં રોડ-રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે.

રાજ્યમાં છેલ્લા ૪ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો, છેલ્લા ૪ કલાકમાં ૭૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગર શહેરમાં ૪ ઈંચ વરસાદ પડ્યો છે. ધંધુકામાં ૨ કલાકમાં પોણા ૪ ઈંચ વરસાદ પડ્યો છે. જોટાણામાં ૨ કલાકમાં અઢી ઈંચ વરસાદ, જ્યારે મહેસાણા શહેર અને ધોળકામાં ૨ ઈંચ વરસાદ નોંધાયો છે.

નોંધનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢના ભેસાણમાં સાડા ૪ ઈંચ ખાબક્યો છે. પાટણના સરસ્વતીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. પોરબંદર અને વીજાપુરમાં સાડા ૩ ઈંચ વરસાદ પડ્યો છે. મુંદ્રા અને લાખણીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના ૧૯ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ૪૭ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.